રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 6 જાન્યુઆરી 2023 (11:28 IST)

સેકસ વર્કર તથા તેમના ગ્રાહકની ધરપકડ, રેસ્ક્યું કે રેઇડના કવરેજ દરમિયાન તેમની ઓળખ જાહેર ન રાખવા સર્વોચ્ચ અદાલતનો સ્પષ્ટ નિર્દેશ

સેકસ વર્કર અને તેના ગ્રાહકોની ઓળખ મીડિયામાં જાહેર ન થવા દેવા સંદર્ભે થયેલી પિટિશનમાં સર્વોચ્ચ અદાલત દ્વારા સેકસ વર્કર તથા તેમના ગ્રાહકની ધરપકડ, રેસ્ક્યું કે રેડની કામગીરીના અનુસંધાનમાં તેમની ઓળખ જાહેર ન થાય તે સંદર્ભે અત્યંત કાળજી રાખવા નિર્દેશ કરવામાં આવ્યો છે. 
 
પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડીયા દ્વારા પ્રેસ અને મીડિયા કવરેજ માટે તાજેતરમાં જારી કરવામાં આવેલી વિસ્તૃત માર્ગદર્શિકામાં પણ આ વિષયને આવરી લઈને સ્પષ્ટતાપૂર્વક ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, "મીડિયાએ ધરપકડ, દરોડા અને રેસ્ક્યુ કામગીરી દરમિયાન સેક્સ વર્કરોની ઓળખ જાહેર ન કરવાની અત્યંત કાળજી લેવી, પછી ભલે તે પીડિત હોય કે આરોપી હોય. 
 
એટલું જ નહિ, એવા કોઈ ફોટા પ્રકાશિત કે ટેલિકાસ્ટ ન કરવા કે જેનાથી આવી ઓળખ જાહેર થાય. આ ઉપરાંત નવી દાખલ કરાયેલી IPC કલમ ૩૫૪- સી, જે વોયુરિઝમ (voyeurism) ને ફોજદારી ગુનો બનાવે છે, તેનું મીડિયાએ સખતપણે પાલન કરવું, જેથી બચાવ કામગીરીને કેપ્ચર કરવાની આડમાં સેક્સ વર્કરોના તેમના ગ્રાહકો સાથેના ફોટા પ્રકાશિત કે ટેલિકાસ્ટ ન થાય."
 
પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડીયા દ્વારા પત્રકારિતા માટે વિસ્તૃત માન્ય ધોરણો અને સિદ્ધાંતો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે, જેને સૌ મીડિયા હાઉસ તેમજ પત્રકારશ્રીઓએ ખૂબ જ ગંભીરતા સાથે અનુસરવા અનુરોધ કરવામાં આવ્યો છે.