ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 23 નવેમ્બર 2021 (15:06 IST)

સુરતના કોફી શોપમાં બેભાન મળ્યા કોલેજીયન યુવક-યુવતી, બેમાંથી યુવતીનું મોત, પરિવારનો વિધર્મી વિદ્યાર્થી પર ઝેર આપી મારી નાખ્યાનો આક્ષેપ

સુરતના વેસુના એક કોફી શોપમાં  વિદ્યાર્થી અને વિદ્યાર્થિની શંકાસ્પદ રીતે બેભાન હાલતમાં મળી આવતા સિવિલ લવાયા હતા.  જ્યાં વિદ્યાર્થીનિને મૃત જાહેર કરાતા સાથી વિદ્યાર્થીઓ સારવાર અધુરી છોડી નાસી ગયો હોવાનું જાણવા મળ્યું છે. મૃતક યુવતી બીએડની વિદ્યાર્થિની હોવાનું સામે આવતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. ઓડિશાવાસી પરિવારની એક ની એક દીકરીને વિધર્મી યુવકે ઝેર આપી મારી નાખી હોવાનો પરિવારે આક્ષેપ કરતા પોલીસ દોડતી થઈ ગઈ છે. સિવિલના ડોક્ટરોએ જણાવ્યું હતું કે, ઘટના સોમવારની મોડી સાંજની હતી.108 એમ્બ્યુલન્સમાં બે વિદ્યાર્થીઓને શંકાસ્પદ ઝેરી દવા પીધી હોવાની વાત સાથે સારવાર માટે લાવવામાં આવ્યાં હતાં. તપાસ કરતા વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતું. આ સાંભળી સાથી વિદ્યાર્થી સારવાર અધૂરી છોડી ભાગી ગયો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતક નું નામ મધુસ્મિતા સુશાંત શાહુ (ઉ.વ 22) ડીંડોલીની રહેવાસી અને બીએડની વિદ્યાર્થિની હતી.પરિવારના સભ્યો એ જણાવ્યું હતું કે મધુસ્મિતાના મોતના સમાચાર આઘાત સમાન હતા. એકની એક દીકરી હતી. સુરત ડીંડોલી રુક્ષ્મણી પાર્કમાં રહેતા હતા. માતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં શિક્ષિકા તરીકે સેવા આપી રહ્યા છે. પિતા નિવૃત જીવન જીવી રહ્યા છે. દીકરીએ ભગવાન મહાવીર કોલેજમાંથી બીએ પાસ કર્યા બાદ બીએડ કરવા કામરેજની કોલેજમાં પ્રવેશ લીધો હતો. મધુસ્મિતા બીએડના પ્રથમ વર્ષમાં જ હતી. સોમવારે સવારે ઘરેથી કોલેજ જવાનું કહીને નીકળી હતી. સાંજે 6 વાગ્યા સુધી પરત ન આવતા પરિવાર ચિંતિત હતું. ફોન કરતા મધુસ્મિતાનો ફોન બંધ આવતા દોડધામ કરવા મજબુર હતા. કામરેજ કોલેજ પર જતાં કોલેજ બંધ હતી. પોલીસની મદદ લેતા જાણવા મળ્યું કે, ખટોદરા પોલીસનો સંપર્ક કરો એવી સલાહ મળી હતી. સોમવારે રાત્રે 12:30 વાગે NGO અને પોલીસે મધુસ્મિતાનું મોત થયું હોવાનું પરિવારને જણાવી કોલેજ બેગ અને મોપેડ આપી હતી. આ સાંભળી માતા શોકમાં ગરકાવ થઈ ગઈ હતી. મધુસ્મિતાના મોતને લઈ પરિવાર આશ્ચર્યમાં પડી ગયું હતું. અમારી દીકરી આપઘાત કેમ કરે એવા અનેક પ્રશ્નો ઉભા કર્યા હતા. કોલેજમાં સાથે અભ્યાસ કરતો મદની નામનો વિધમી વિદ્યાર્થી બીએના છેલ્લા વર્ષમાં મધુસ્મિતાને મેસેજ કરી હેરાન પણ કરતો હતો. બહેનપણીઓએ રહસ્યો ખોલતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, કોફી શોપના સંચાલકે કહ્યું કે, બે કલાકથી એકની એક જગ્યા પર બેસેલા જોઈ શંકા જતા પૂછવા ગયાને બન્ને ટેબલ પર જ ઢળી પડ્યા હતા. તાત્કાલિક 108ને બોલાવી સિવિલ મોકલ્યા હતા. ઓડિશા પરિવારની એકની એક દીકરીને વિધર્મી યુવકે ઝેર આપી મારી નાખી હોવાનો પરિવારે આક્ષેપ કરતા ખટોદરા પોલીસે તપાસ શરૂ કરી છે.