શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 13 માર્ચ 2019 (13:02 IST)

પગાર નહીં મળતાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના 100થી વધુ કર્મચારીઓ હડતાળ પર

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કોન્ટ્રાકટમાં કામ કરતી UDS કંપનીના કર્મચારીઓને ત્રણ મહિનાથી પગાર મળ્યો નથી. જેના કારણે તેઓ હડતાલ પર ઉતરી ગયાં છે. તેમણે કામગીરી બંધ કરી રસ્તા પર બેસી જઇ ભારે સુત્રોચ્ચાર કર્યા હતાં. ખાનગી કંપનીઓ દ્વારા સ્થાનિક કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારતા કહ્યું છે કે જ્યાં સુધી અમારો પગાર નહીં થાય ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે.સ્ટેચ્યુ ઓફ યુનિટીની સિક્યુરિટી, ચેકીંગ, ગાર્ડનિંગ, સફાઈ, લિફ્ટ મેન, ટિકિટ ચેકીંગ સહિત કામગીરી કરતા કર્મચારીઓને UDS કંપનીએ અનિયમિત પગાર આપવામાં આવે છે. જેના કારણે પરિવારનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી થાય છે.