ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 17 ડિસેમ્બર 2018 (11:54 IST)

સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરી વિવાદોમાં, અમદાવાદના પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો

વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાંનો એક સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરીવાર વિવાદોમાં છે. અહીં આવનારા પ્રવાસીઓને ટિકીટ ફી પ્રમાણેની સુવિધા નહીં મળતાં તે હોબાળો થવાનું એક જાણે માધ્યમ બની ગયુ છે. જ્યાં યુનિટીની વાતો છે ત્યાં માત્ર વિવાદોને સ્થાન મળી રહ્યું  છે. કેવડીયામાં રવિવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવેલા અમદાવાદના 300 જેટલા પ્રવાસીઓને વ્યુ ગેલેરીમાં જવા માટે બપોરના 1 વાગ્યાનો સ્લોટ અપાયો હતો. બપોરે 3.30 કલાક સુધી પણ તેમને વ્યુ ગેલેરીમાં જવાનો મોકો ન મળતાં તેમણે હોબાળો મચાવ્યો હતો. ટીકીટના પૈસા પણ રીફંડ નહિ મળતાં તેઓ અકળાયાં હતાં. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર મેનેજમેન્ટનો અભાવ હોવાનો પ્રવાસીઓનો આક્ષેપ, સ્પેશિયલ સિક્યુરિટી માટે મુકેલા પોલીસ જવાનો પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં દેખાયા જ નહીં હોવાનો આક્ષેપ પ્રવાસીઓએ કર્યો હતો. રવિવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 11 હજાર જેટલા પ્રવાસીઓ આવી જતાં અરાજકતા ફેલાઇ હતી. વ્યુ ગેલેરી સુધી પહોંચવામાં પ્રવાસીઓને કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવાની ફરજ પડી રહી છે. રવિવારે અમદાવાદથી 200 થી 300 પ્રવાસીઓ આવ્યા હતા. સવારે 8 કલાકે એમણે ટિકિટ લીધી ત્યારે વ્યુઇંગ ગેલેરી પર જવા માટે તેમને ત્યાંથી બપોરે 1 વાગ્યાનો સમય આપ્યો હતો.સમય પ્રમાણે એ તમામ પ્રવાસીઓ 1 વાગે હાજર થઈ તો ગયા પણ 3:30 વાગ્યા સુધી પણ એમનો વારો ન આવતા તેઓ અકળાયા હતા અને અમારે નથી જવું વ્યુઇંગ ગેલેરી પર અમને અમારા પૈસા રીફન્ડ આપો એવી જીદ પર અડી હોબાળો મચાવતા મામલો ગરમાયો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હજી પણ યોગ્ય આયોજનના અભાવે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.
 
 
 
 
Attachments area