મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 21 ઑક્ટોબર 2022 (10:26 IST)

2017માં નારણપુરા બેઠક પરથી ચૂંટણી લડેલા પ્રદેશ ડેલીગેટ નીતિન પટેલે રાજીનામું આપ્યું

nitin patel
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસના વધુ એક નેતાઓ રાજીનામું આપી દેતાં રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણી પહેલાં જ કોંગ્રેસના અનેક નેતાઓએ પક્ષથી છેડો ફાડ્યો છે. તાજેતરમાં જ કોંગ્રેસના દિગ્ગજ નેતા ચેતન રાવલે રાજીનામું આપીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયાં હતાં. ત્યારે કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતાઓ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. 2017માં નારણપુરા બેઠક પરથી ચૂંટણી લડેલા કોંગ્રેસના પ્રદેશ ડેલિગેટ નીતિન પટેલે હવે રાજીનામું આપતાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે.નીતિન પટેલ 2017માં કોંગ્રેસના નારણપુરા વિધાનસભાથી ચૂંટણી લડ્યાં હતા. જ્યાં તેઓને 41 હજાર મત મળ્યાં હતા.કોંગ્રેસમાં હજુ ઉમેદવારોની પહેલી યાદી જાહેર થાય તે પહેલા જ ગુજરાત કોંગ્રેસને મોટો સૌથી મોટો ઝટકો લાગ્યો છે.

પ્રદેશ કોંગ્રેસના ડેલીગેટ પ્રદેશના પુર્વ મંત્રી નીતિન પટેલે રાજીનામું આપીને ખળભળાટ મચાવી દીધો છે. આજે અમદાવાદ કોંગ્રેસના આગેવાન નીતિન પટેલે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને પોતાનું રાજીનામું સોપ્યું હતું. તેમણે અન્ય કોંગ્રેસના નેતાઓની જેમ અહીં રાજીનામામાં પોતાના રાજીનામા આપવાનું કારણ ક્યાંય ઉલ્લેખ્યું ન હતું. જોકે અહીં ચાલતા પૂર્વાનુમાનનું માનીએ તો તેઓ હવે કોંગ્રેસમાં રહેવા માગતા ન હતા અને આગામી સમયમાં પક્ષ સાથેની કોઈ કામગીરીમાં જોડાવા માગતા ન હતા. અહીં એ પણ જાણવા જેવું છે કે, ભાજપના કદાવર નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પરંપરાગત બેઠક એવી અમદાવાદની નારણપુરા બેઠક પરથી તેઓ અગાઉ વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસના પંજા હેઠળ ચૂંટણી લડી ચુક્યા છે. આ બેઠક પરનું પરિણામ લોકો જાણતા જ હશે. પરંતુ અહીં એ પણ ધ્યાનમાં લેવા જેવું છે કે આ બેઠક પરથી 41 હજાર મત નીતિન પટેલના ખાતામાં પડ્યા હતા.કોંગ્રેસના અમદાવાદનાં પૂર્વ શહેર પ્રમુખ ચેતન રાવલે ચૂંટણી પહેલાં જ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામાનો પત્ર લખીને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને આપ્યો છે. આ ઉપરાંત અન્ય ત્રણ પૂર્વ કોર્પોરેટરોએ પણ ચેતન રાવલની સાથે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામાં આપ્યા છે. ઉદયકુમાર રોય, મુફીઝહૂદીન ચીસ્તી અને ગોવિંદ પરમારે રાજીનામું આપ્યું છે. ચેતન રાવલ અગાઉ અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ રહી ચૂ