ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 10 માર્ચ 2018 (17:22 IST)

Gorakhpur Lok Sabha - દરેક ટોટકા અજમાવી ચુક્યા છે યોગી આદિત્યનાથ...શુ મેળવશે સફળતા ?

છેલ્લા 16 વર્ષમાં ગોરખપુરમાં થયેલ લોકસભા કે વિધાનસભાની બધી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી એક ખાસ ટોટકાનો ઉપયોગ કરતી આવી છે.  દરેક વખતે ગોરખપુર શહેરમાં થનારી અંતિમ સભા ટાઉન હૉલ સ્થિત ગાંધી પ્રતિમાની પાસે થાય છે જેને યોગી આદિત્યનાથ સંબોધિત કરે છે. 
 
આ પરંપરા 2002થી શરૂ થઈ હતી જ્યરે યોગી ભાજપાના ઉમેદવાર અને ત્રણવારના ધારાસભ્ય અને મંત્રી રહી ચુકેલા શિવ પ્રતાપ શુક્લ વિરુદ્ધ હિન્દુ મહાસભાના બેનરથી પોતાના ઉમેદવારને લડાવ્યો અને જીતાવ્યો પણ હતો. 
 
એ ચૂંટણીએ યોગીનુ કદ એટલુ મોટુ કરી નાખ્યુ કે ભાજપાને આ વિસ્તારમાં પોતાની કમાન તેમના હવાલે કરવી પડી હતી. ત્યારથી દરેક ચૂંટણીમાં યોગી અંતિમ સભા આ ગાંધી પ્રતિમાની પાસે સંબોધિત કરે છે. 
 
સૌથી મહત્વની છે મતદાન ટકાવારી 
 
ગુરૂવારે સાંજે એકવાર ફરી તે એ સ્થાન પર એક નવી ભૂમિકામાં હતા જ્યા તેઓ 20 વર્ષથી તેમને જીતાવી રહેલ વોટરોને પોતાના સ્થાન પર પાર્ટીના એક નવા ઉમેદવારને જીતાવવાની અપીલ કરી રહ્યા હતા.  પોતાના ભાષણમાં હંમેશાની જેમ તેમણે વિરોધીઓ પર તીખો હુમલો કર્યો. સરકારના મુખિયાના રૂપમાં આ વિસ્તાર માટે કરાવવામાં આવેલ કામોની વિગત આપી. પાર્ટીને જીતાડવાની અપીલ કરી અને આ બધી વાતો સાથે એક અલગ પ્રકારની વાત પણ કરી. 
પોતાના ભાષણોમાં યોગીએ ખાસ રૂપે શહેરના વોટરોને મતદાન ટકાવારી વધારવાની અપીલ કરી અને ઓછામાં ઓછા સાહીંઠ ટકા મતદાન થાય એવી અપીલ કરી.  દેખીતુ છે કે આ વિસ્તારની રાજનીતિક નસને જોતા સૌથી સારા ઢંગથી ઓળખનારા યોગી આદિત્યનાથ એ આંચની કાટ શોધી રહ્યા અહ્તા જે સપા-બસપા ગઠબંધન અને નિષાદ પાર્ટી, પીસ પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળ જેવી પાર્ટીયોની એકતાને કારણે અચાનક ખૂબ જ વધી ગઈ છે. 
 
ભાજપાને આ વાતનો અંદાજ છે કે ગોરખપુર સંસદીય સીટના ગ્રામીણ ક્ષેત્રોમાં આ ગઠબંધન કંઈક અલગ જ ગુલ ખિલાવી શકે છે અને તેના કાટ માટે તેઓ શહેરી વિસ્તારમાં મતદાન ટકાવારી વધારીને ખુદને સુરક્ષિત કરી શકે છે જે પરંપરાગત રૂપે ખુદને ભાજપા સમર્થક સાબિત કરતા આવ્યા છે. 
 
એક સીટ માટે મેદાનમાં છે સ્ટાર પ્રચારક
 
સપા-બસપાનુ ગઠબંધન ભલે રાજનીતિક ધરા પર મોડુ આવ્યુ હોય પણ ભાજપાના વરિષ્ઠ નેતાઓ મુજબ પાર્ટીને આ વાતનો અંદાજ પહેલાથી જ લાગી ગયો હતો અને કદાચ તેથી આ વિસ્તારમાં 20 ફેબ્રુઅરીથી જ વિશેષ રૂપે દલિત અને પછાત વર્ગના નેતાઓની ધડાધડ મુલાકાત શરૂ કરી દેવામાં આવી હતી. 
 
પાર્ટીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય નાણાકીય રાજ્યમંત્રી શિવ પ્રતાપ શુક્લા ઉપરાંત પ્રદેશના અડધો ડઝનથી વધુ મંત્રીઓ, બધા ક્ષેત્રીય ધારાસભ્યો અને સાંસદો સાથે એક ડઝનથી વધુ દલિત નેતાઓને આ વિસ્તારમાં ગ્રામીણ ક્ષેત્રોને ખુંદવામાં લગાવી દીધા હતા.  પ્રદેશ સંગઠન મંત્રી સુનીલ બંસલના આદેશ પર મહિના પહેલા જ અહી સ્થાયી થયેલા પ્રદેશ મંત્રી અનૂપ ગુપ્તા તેની પર નજર રાખી રહ્યા હતા. 
 
વિવિધ વિધાનસભા ક્ષેત્રોમાં જુદી જુદી જાતિ સમૂહના વિસ્તારની ઓળખ કરવામાં આવી અને ત્યા એ જાતિના નેતા, ધારાસભ્ય કે મંત્રી મોકલવામાં આવ્યા અનિલ રાજભર, અનુપમા જયસ્વાલ અને દારા સિંહ ચૌહાણ કે જય પ્રકાશ નિષાદ જેવા નેતાઓને એવા વિસ્તારમાં જ સતત મોકલવામાં આવ્યા જ્યા તેમના સજાતીય વોટરોની સંખ્યા વધુ હતી.  એટલુ જ નહી સિદ્ધાર્થ નાથ સિંહનો પણ એક કાર્યક્રમ ચિત્રગુપ્ત મંદિરમાં કાયસ્થ સમુહ વચ્ચે થયો. દેખીતુ છે કે પાર્ટી અગાઉની તમામ ચૂંટણીઓની જેમ આ ચૂંટણીને પણ પૂરી ગંભીરતાથી લઈ રહી છે. 
દીજદયાળ ઉપાધ્યાય ગોરખપુર વિશ્વવિદ્યાલયના રિટાયર પ્રોફેસર અશોક સક્સેના કહે છે કે અમિત શાહના નેતૃત્વમાં લડેલી બધી ચૂંટણીમાં ભાજપાની આવી તૈયારી સ્પષ્ટ દેખાય છે. તેઓ યોજનાબદ્ધ ઢંગથી ચૂંટણી લડે છે. 
 
 
BJP યોગીના ભરોસે 
 
જો કે પોતાના મજબૂત સંગઠન સત્તામાં હોવાનો ફાયદો અને નેતાઓની મોટી ફોજ છતા પાર્ટી આ ચૂંટણીને યોગીને કેન્દ્રમાં મુકીને જ લડતી લાગી રહી છે. વરિષ્ઠ પત્રકાર મુજબ "પાર્ટી સારી રીતે જાણે ચ હે કે જાતીય સમીકરણોની કાટ માટે યોગી જ સૌથી યોગ્ય છે." 
 
.છેલ્લા 15 દિવસમાં અહી પ્રચાર કરવા આવેલા બધા મોટા નેતા પોતાના ભાષણમાં મતદાતાઓને યોગી માટે વોટ નાખવાનુ કહેતા સાંભળવા મળ્યા છે. ભાજપા ઉમેદવાર ઉપેન્દ્ર દત્ત શુક્લ પણ પોતાના દરેક સંબોધનમાં એવુ જ કહી રહ્યા હતા કે તેઓ ફક્ત અને ફક્ત યોગીજીના પ્રતિનિધિ છે અને યોગીએ તેમને ફક્ત પોતાની સીટ જ નહી પણ નવુ જીવન પણ આવ્યુ છે. 
 
ઉલ્લેખનીય છે કે આ મહિનાના શરૂઆતમાં અચાનક પ્રચાર વચ્ચે લખનૌના સંજય ગાંધી આયુર્વિટ્યાન સંસ્થામાં દાખલ થયા હતા અહી તેમનુ એક ઓપરેશન કરવામાં આવ્યુ. શહેરમાં તેમની ગેરહાજરી અનુભવાઈ નહી કારણ કે યોગી ખુદ પણ બધા મંચ પર હાજર રહ્યા. છેલ્લા પંદર દિવસમાં તેમણે ગોરખપુરમાં ચાર સભાઓ કરી જેમાથી ત્રણ તો આ મહિનાના પ્રથમ 9 દિવસમાં કરવામાં આવી છે.  પાર્ટીના એક વરિષ્ઠ ધારાસભ્યએ સ્વીકાર કર્યુ કે યોગીએ પોતે પોતાના ચૂંટણી માટે પણ આટલી સભાઓ કરી નહોતી. 
 
કોના દાવામાં કેટલો છે દમ 
 
આ વાત ગઠબંધન નેતાઓને ગદગદ કરી રહી છે. સપા ઉમેદવાર પ્રવિણ નિષાદ કહે છે, "સત્તા તેમની છે સરકાર તેમની છે પણ તેમની બેચેની એટલા માટે વધી રહી છે કારણ કે તેમને ગઠબંધનની તાકતનો અંદાજ આવી ગયો છે."  
 
માયાવતી પ્રચાર માટે ન આવી તેનુ કારણ શુ હોઈ શકે છે.. જેના પર બસપાના જ કોઓર્ડિનેટર ધનશ્યામ ખરવારનું કહેવુ છે કે તેમનો આદેશ દરેક કાર્યકર્તા માટે એટલો મહત્વપૂર્ણ છે કે તે બધુ છોડીને કામમાં લાગી જાય છે.  અમારા કામની અસર અમારા વિપક્ષી પણ સારી રીતે સમજી રહ્યા છે." દાવા તો બધાના છે પણ ઈલેક્શન પછી ઈવીએમ મશીન આ વાતનો અનુભવ કરવો શરૂ કરી દેશે કે આ વિસ્તારમાં પખવાડિયાથી ચાલી રહેલ આ દાવ-પેંચમાં કોની ઊંડી અસર રહી છે.