અમદાવાદીઓને એક જ સ્માર્ટકાર્ડ હેઠળ અનેક સુવિધાઓ મળશે, દાહોદ, રાજકોટ ગાંધીનગર બનશે સ્માર્ટ સીટી
અમદાવાદ શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટે રૂ.ર૯૪ર કરોડનો ખર્ચ કરવામાં આવશે. અમદાવાદ શહેરના વિકાસ માટે જુુદા જુદા ૧૧ કામ હેઠળ આ રકમ ખર્ચ કરાશે તેવી જાહેરાત આજે ગૃહમાં આરોગ્ય પ્રધાન શંકરભાઇ ચૌધરી દ્વારા કરવામાં આવી હતી. તેમણે ગૃહને જણાવ્યું હતું કે ભારત સરકારે સ્માર્ટ સિટી બનાવવા માટે ૯૮ શહેરોની પસંદગી કરી છે.
આ પૈકી ગુજરાતના અમદાવાદ, સુરત અને વડોદરા શહેરની પસંદગી કરાઇ છે. આ ત્રણ શહેરોને સ્માર્ટ સિટી બનાવવા ૯૩ ગામ અંતર્ગત ૭૦૯૮ કરોડ રૂપિયા ખર્ચ કરાશે. અમદાવાદ શહેરને સ્માર્ટ સિટી બનાવવા અંતર્ગત વાડજ ઝૂંપડપટ્ટી દૂર કરી ૭૭પ૦ મકાન ૧૯ કરોડના ખર્ચે બનાવાશે. રામાપીરના ટેકરાના સ્થળનો વિકાસ કરાશે. આધુનિક ગાર્ડન, રમતગમતની વ્યવસ્થા ઉપરાંત ઇન્ટરનેટ કનેક્ટિવિટી હેઠળ અમદાવાદના નાગરિકોને એક જ સ્માર્ટકાર્ડ દ્વા રા તમામ સુવિધા મળશે. આ સ્માર્ટકાર્ડ હેઠળ નાગરિકોને બીઆરટીએસ, મેટ્રો લિંક ઇન્ટરનેટ કનેક્ટિવિટી હેઠળ મળશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, રિવરફ્રન્ટની રોનકની જેમ સ્માર્ટ સિટીની ઓળખ સાથે અમદાવાદની રોનક બનશે. હવે પછીનાં શહેરોમાં રાજકોટ, ગાંધીનગર અને દાહોદને સ્માર્ટ સિટી બનાવવામાં આવશે.
અમદાવાદ શહેરમાં ૧૧ કામ અંતર્ગત રૂ.ર૪૯ર કરોડ, સુરતમાં ૩૯ કામ માટે રૂ.રપ૯૭ કરોડ અને વડોદરામાં ૪૩ કામ માટે ર૦૦૯ કરોડની સ્માર્ટ સિટી મિશન માટે ફાળવણી કરાઇ છે, જેમાં એરિયા ડેવલપમેન્ટ, રોડ-રસ્તા, ગટર, પીવાનું પાણી, બાગ-બગીચા, રમત-ગમત, ઝૂંપડપટ્ટીના સ્થળે મકાનો વગેરે કામોનો સમાવેશ થાય છે. દાણીલીમડાના ધારાસભ્ય શૈલેશ પરમારે ગૃહમાં કટાક્ષ કરતાં કહ્યું હતું કે આજે પણ સ્માર્ટ સિટીના બહેરામપુરા અને બેરલ માર્કેટમાં પીવાના પાણીનો ગંભીર પ્રશ્ન છે. ટેન્કર દ્વારા પાણી અપાય છે. જવાબમાં શંકર ચૌધરીએ કહ્યું હતું કે આવનારા સમયમાં સ્માર્ટ સિટી હેઠળ ર૦૦૦ કરોડ ખર્ચાશે.
દાણીલીમડાના પ્રશ્નો હલ થશે.ગાંધીનગર વિધાસભા સત્રમાં આજે મહત્વનો નિર્ણય લેવાયો છે. રાજ્યના ત્રણ શહેરોને સ્માર્ટ સિટી બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતની રાજધાની ગાંધીનગર, રાજકોટ અને દાહોદ શહેરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ત્રણેય શહરેને ઇન્ફ્રસ્ટ્રક્ચરથી લઇને તમામ સુવિધાઓથી સુસજ્જ કરીને સ્માર્ટ સિટી બનાવવામાં આવશે. પ્રથમ તબક્કામાં આ ત્રણ શહેરોને સ્માર્ટ બનાવવામાં આવશે. તમામ પ્રકારની સુવિધાઓ સાથે લોકો અધ્યઆધુનિક જીવનશૈલી જીવી શકે તે માટેની તમામ સુવિધાઓ અહીં પૂરી પાડવામાં આવશે. બીજા તબક્કામાં અન્ય ત્રણ શહેરોને સ્માર્ટ સીટી બનાવવામાં આવશે.