રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 24 સપ્ટેમ્બર 2018 (12:03 IST)

સરખેજથી ચિલોડા સુધીના 44 KM હાઇવેને સિક્સ લેન બનાવાશે, રૂપાણીના હાથે ખાતમુહૂર્ત

સરખેજ, ગાંધીનગરથી ચિલોડા સુધીના 44 કિલોમીટરના હાઇવેને છ માર્ગીય બનાવવા માટેના કામનું આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી ખાતમુહૂર્ત કર્યું હતું. આ કામ પાછળ રૂ. 867 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. સોલા સિવિલ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું.આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ હાજર રહ્યા હતા. હાલ આ રસ્તો ફોર લેનનો છે. આ રસ્તાને પહોળો કરીને સિક્સ લેન કરવામાં આવશે. એટલું જ નહીં હાઇવેની બંને બાજુ સાત મીટર પહોળો સર્વિસ રોડ પણ બનાવવામાં આવશે. આ રસ્તા પર નવા સાત ફ્લાયઓવર પણ બનાવવામાં આવશે. 
સરખેજથી ચિલોડા સુધીમાં આવતા ઉજાલા સર્કલ, સાણંદ ચોકડી, પકવાન ચાર રસ્તા, વૈષ્ણોદેવી, ઉવારસદ, સરગાસરણ અને ઇન્ફોસિટી ખાતે ફ્લાયઓવર બનાવવામાં આવશે.એટલું જ અમદાવાદના થલતેજ અંડરપાસથી લઈને સોલા ભાગવત સુધી 4.18 કિલોમીટરનો એલિવેટેડ કોરિડોર પણ બનશે. આ કોરિડોર ગુજરાતનો પ્રથમ સિક્સ લેન એલિવેટેડ કોરિડોર હશે. હાઇવે પર આવતા બે રેલવે બ્રિજને પણ 7-8 લેન પહોળા કરવામાં આવશે.44 કિલોમીટરના રસ્તા પર આકર્ષણ માટે દેશમાં સૌ પ્રથમ વખત લેન્ડ સ્કેપિંગનો પ્રયોગ કરવામાં આવશે. જેમાં હાઇવેની બંને બાજુએ ડિઝાઇનવાળા રસ્તા કરાશે. જેમાં ગાર્ડનિંગ કરવામાં આવશે. એટલું જ નહીં હાઇવે પર સાઉન્ડ બેરિયર તથા ડિસ્પ્લે બોર્ડ મૂકાશે. આ ડિસ્પ્લેમાં વાહનચાલકો હવામાન તેમજ આગળ ટ્રાફિકની માહિતી મેળવી શકશે.