બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 13 જૂન 2021 (17:52 IST)

લૉકડાઉન પછી ખુલ્લી દુકાન તો ખુશીથી નાચવા લાગ્યો દુકાનદાર Video જોઈ તમે પણ બોલશો - વાહ!

ભારતને કોરોનાની બીજી લહેરથી ધીમે -ધીમે રાહત મળી રહી છે. કેસ ઓછા થયા તો ધીમે-ધીમે અનલૉકની પ્રક્રિયા શરૂ થઈ છે. રાજ્યોએ ધીમે-ધીમે પ્રતિબંધમાં છૂટ આપી છે. દુકાનદારોને કોરોના પ્રોટોકોલની સાથે તેમના વેપાર ફરીથી શરૂ કરવાની પરવાનગી મળી ગઈ છે. તેનાથી દુકાનદાર ખુશ છે. એક દુકાનદારએ તો ખુશી જાહેર કરવા માટે ખૂબ ડાંસ કર્યો. 
તમને જણાવીએ કે દેશ ધીમે-ધીમે અનલૉકની પ્રક્રિયાથી પસાર થઈ રહ્યો છે. રાજ્યોએ ઘણી ગતિવિધીઓ ફરીથી શરૂ કરવાની પરવાનગી આપી છે. જેમ-જેમ વધારે છૂટ પ્રભાવી હોય છે ઘણા શહેરોમાં સ્ટેંડાલોન 
દુકાનો, માર્કેટ કોમ્પ્લેક્સ અને મૉલ પણ ફરીથી ખુલી રહ્યા છે જે સામાન્ય જીવની વાપસીનો સંકેત છે. 
 
કહેવાની જરૂર નથી કે ઘણા ધંધા માલિક અને દુકાનદાર જેને તેમના સ્ટોર બંદ થવાના કારણે ભારે નુકશાન ઉપાડયુ પડ્યુ હતું. હવે તે ખૂબ ખુશ છે. નિશ્ચિત રૂપથી તેના માટે આ ઉત્સવનો કારણ છે. એવુ જે એક વીડિયો આ દિવસો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક દુકાનદાર તેમના કપડાની દુકાનને ફરીથી ખુલ્યા પછી ખુશીથી નાચી ઉઠે છે. 
 
વીડિયોમાં જોવાયુ કે શર્ટ અને ટ્રાઉજર પહેરેલા એક વ્યક્તિ બૉલીવુડના ગીત "રંગીલો મારો ઢોલના" પર કેટલાક પરફેક્ટ મૂવ્સ કરતા ખુશીથી નાચી રહ્યા છે. પણ આ વાતની ખબર નથી પડી કે વાયરલ વીડિયો ક્યાંનો છે. પણ ઈન્ટરનેટ પર લોકો તેને શેયર કરી રહ્યા છે અને પસંદ કરી રહ્યા છે. 
 
કોરોનાના કેસ સતત ગિરાવટ સાથે ભારતના ભાગો લૉકડાઉનમાં છૂટ આપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ રાજ્યોએ તેમની સાપ્તાહિક સકારાત્મક દરોમાં ગિરાવટ અને હોસ્પીટલમાં ઑક્સીજન બેડની વ્યસ્તતાને જોતા અનલોકના ઉપાયોની જાહેરાત કરી છે.