ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 10 ઑક્ટોબર 2021 (17:48 IST)

Shivansh Story- કોઇ ફિલ્મી કહાનીથી કમ નથી શિવાંશનો કેસ, લવ ટ્રાય એંગલથી માંડીને મર્ડર સુધીનો સ્પેશિયલ રિપોર્ટ

ગાંધીનગરના પેથાપુર સ્થિત સ્વામીનારાયણ ગુરૂકુળની ગૌશાળા શુક્રવારે રાત્રે અજાણ્યા વ્યક્તિએ દોઢ વર્ષના બાળકને મુકી ગયું હતું. ગૌશાળાના એક સેવકે પોલીસને આ વિશે જાણકારી આપી. સૂચના ગૃહમંત્રી હર્ષ સંધવીને પણ આપવામાં આવી. પછી બાળકની  દેખભાળની વ્યવસ્થા કરવામાં આવી. 100થી વધુ પોલીસ પરિવારની તલાશમાં લાગી ગઇ. 45 ગામમાં તપાસ કરી, 65 સીસીટીવી ફૂટેજ ચેક કર્યા. આખરે બાળકોને છોડીને ગાંધીનગરના સચિન દીક્ષિત રાજસ્થાનના કોટાથી મળ્યો. જોકે બાળકનો પિતા સચિન છે કે નહી અને માસૂમ બાળકને રાત્રે છોડવાની પાછળનું કારણ એક રહસ્ય છે. 
 
આખરે 20 કલાકમાં જ શિવાંશના પિતાને કોટામાંથી શોધી કાઢ્યો. તેણે શિવાંશની માતા હિનાનું ગળું દબાવીને હત્યા કરી હતી. પોલીસે સચિનને દબોચી લીધા બાદ વધુ તપાસ હાથ ધરી છે.  હાલ પોલીસે માતા હિનાનો મૃતદેહ રિકવર કર્યું છે ,અને આગળ તપાસમાં બીજા ખુલાસાઓ થશે. 
 
આ સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ તો રાજયના પાટનગર ગાંધીનગર નજીક આવેલા પેથાપુર ગામની ગૌ શાળાની બહારથી ગઇકાલે રાત્રિના સુમારે  એક ધ્યાનકર્ષિત માસૂમ બાળક મળી આવ્યું હતું.  ગાંધીનગર સહિત રાજયભરમાં લોકમુખે બાળકની ચર્ચા ગઇકાલ રાતથી જ થઇ રહી છે. ગઇકાલે રાત્રિના ૯.૧૦ થી ૯.૨૦ના સુમારે આ સ્વીટહાર્ટ સમા બાળકને કોઇ વ્યક્તિ પેથાપુર ગામની ગૌશાળાની બહાર મૂકી ચાલી નીકળ્યો હતો. 
 
વધુમાં ગૃહ રાજય મંત્રી હર્ષ સંધવીએ ઉમેર્યું હતું કે, બાળકના માતા- પિતાને શોધવા અને કોણ તેને અહીં મૂકી ગયું છે, તેની તપાસ માટે કુલ- સાત પોલીસ ટીમ બનાવવામાં આવી છે. તેમજ ગઇકાલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને પણ આ અંગેની તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે. સમગ્ર હોસ્પિટલમાં વાલ સોયા બાળકનું સ્મિત જોઇને માતા જશોદાની ભૂમિકા અદા કરતા ગાંધીનગર કોર્પોરેટર દિપ્તીબેન અને સહિત સિવીલ હોસ્પિટલના સ્ટાફે તેનું નામ ‘ સ્મિત ‘ રાખ્યું છે.
 
બીજી તરફ, ગાંધીનગર પોલીસ દ્વારા શહેરના સીસીટીવી ફૂટેજ ચકાસણી કરવામાં આવી, તેમજ અત્રેના વિસ્તારમાં મોબાઇલ ટાવરના ડેટા એકત્ર કરવામાં આવી રહ્યા છે, જેમાં ડમ્પ ડેટા એટલે કે બાળક ત્યજી દેવાના સમયથી તેની આગળ-પાછળના કલાકોમાં કેટલા મોબાઇલ એક્ટિવ હતા, કયા સર્વિસ પ્રોવાઈડરનાં સિમ કાર્યરત હતાં અને નેટ સર્ફિંગ ક્યાં ક્યાં મોબાઇલમાં ચાલુ હતું. ઉપરાંત આ એક્ટિવ મોબાઈલના આઉટગોઈગ અને ઇનકમિંગ ઈન કોલનો પણ ડેટા મેળવવામાં આવ્યા.
 
હાલ માતા હિનાનો મૃતદેહ પોલીસને મળી આવ્યો છે. સચિને ગળું દબાવી હત્યા કરવાની વાત સ્વીકારી લીધી છે સાથે રહેવા માટે ઝગડાઓ થતા હતા જેના કારણે હત્યા કરી છે જોકે બીજા તથ્યો પર તપાસ કરી રહી છે.
 
હત્યાનો ઘટના ક્રમ
- શુક્રવારે બપોરે 3 વાગ્યે મર્ડર કર્યું ,લાશ બેગમાં પેક કરી
- બાળક ને લઈને સચિન નીકળ્યો
- રાજસ્થાન જવાનો પ્લાનિંગ હતો જ પણ સાંજે તે ગાંધીનગર પહોંચ્યો
- બાળક ને મુકવા સચિન કાર લઈને નીકળ્યો
- અંધારું થતા તેને ડર લાગ્યો જેથી 20 મિનિટ સુધી ગાંધીનગરમાં બાળક ને લઈને ફર્યો
- બાદમાં બાળક ને ત્યજી ફરાર થઈ ગયો અને રાજસ્થાન જતો રહ્યો
- રાજસ્થાન હોવાનું સામે આવતા પોલીસ કાર્યવાહી કરાઈ
-રવિવારે સવારે સચીન દીક્ષિત ને ગાંધીનગર પોલીસ લઈ આવી 
- સવારે 9 વાગ્યા સુધી તેને રિલેક્સ થવા દીધો
- બાદમાં સચિનની પૂછપરછ કરાઈ
- સચિન એ બાળક અંગેની તમામ હકીકતો જણાવી
- સાથે સાથે હત્યાનો રાઝ પણ ખોલ્યો