સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 22 ઑક્ટોબર 2021 (13:02 IST)

ભરત સોલંકી સહિત અનેક નેતાઓએ હાર્દિક પટેલને અધ્યક્ષ બનાવવાનો કર્યો વિરોધ

ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારીની નિમણૂક બાદ હવે પ્રદેશ અધ્યક્ષની નિયુક્તિની કવાયત તેજ થઇ ગઇ છે. કોંગ્રેસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગુજરાત કોંગ્રેસને નવા અધ્યક્ષ મળી શકે છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓનો દિલ્હીમાં રાહુલ ગાંધીને મળવાનો કાર્યક્રમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે રઘુ શર્માને ગુજરાત કોંગ્રેસના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. ભરત સિંહ સોલંકી સહિત કોંગ્રેસના નેતાઓએ હાર્દિક પટેલને અધ્યક્ષ બનાવવનો વિરોધ કર્યો છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે અગાઉ હાર્દિક પટેલને અધ્યક્ષ બનાવવાની ચર્ચાએ જોર પકડ્યું હતું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, હું 28 વર્ષનો છું, કાર્યકારી અધ્યક્ષ બનાવી પાર્ટીએ મને ઘણું આપ્યું છે, પદ કે હોદ્દાની મને જરાય પણ લાલચ નથી. મીડિયામાં ચાલી રહેલા અહેવાલોનું હું ખંડન કરું છું.
 
અહીં ઉલ્લેખનીય છે કે પાટીદાર આંદોલન બાદ હવે હાર્દિક પટેલે કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો છે અને તે કોંગ્રેસના યુવા ચહેરો બન્યો છે આ ઉપરાંત હમણાં જ કોંગ્રેસ સાથે જોડાયેલા વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને પણ હવે કોંગ્રેસનો ચહેરો બની ગયા છે.
 
હવે અંતિમ નિર્ણય ગુજરાત કોંગ્રેસ 2022 ની ચૂટણીમાં કોના નેતૃત્વમાં ચૂંટણી લડશે. જોકે ગુજરાત કોંગ્રેસ આ વખતે 2022 ની ચૂંટણી સરળ નથી. તેમને આમ આદમી પાર્ટી સાથે પણ ચૂંટણી લડવી પડશે. અત્યાર સુધી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવા મળ્યું છે કે આમ આદમી પાર્ટી કોંગ્રેસની વોટ બેંક તોટી રહી છે. વોટ શેર મુજબ તેનો સીધો ફાયદો ભાજપને ઐતિહાસિક જીત સાથે થઇ રહ્યો છે.