ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 28 ડિસેમ્બર 2021 (20:34 IST)

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોનના સાત દર્દીઓ આવ્યાં, તમામનો RTPCR રીપોર્ટ પોઝિટિવ આવ્યો

ગુજરાતમાં કોરોનાની સાથે ઓમિક્રોનની દહેશત વધી છે. ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોનના સાત શંકાસ્પદ દર્દીઓ આવ્યાં છે. વિદેશથી આવેલા સાતેય દર્દીઓના RTPCR રીપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. સાતેય દર્દીઓને રીપોર્ટ પોઝિટીવ આવતાં 1200 બેડની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે.

સિવિલ હોસ્પિટલમાં આવેલા દર્દીઓમાં દુબઈથી 5, રશિયાથી એક અને સાઉથ આફ્રિકાથી એક દર્દી આવ્યો છે.
Omicron

સિવિલ હોસ્પિટલમાં આવેલા સાતેય દર્દીઓના સેમ્પલ જિનોમ સિક્વન્સિંગ માટે મોકલી દેવામાં આવ્યાં છે. હાલમાં તમામ દર્દીઓ એકદમ સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે.રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 98.65 ટકા થયો છે. બીજી તરફ ગઈકાલે રાજ્યમાં ઓમિક્રોનના 24 કેસ સામે આવ્યા છે. 25 ડિસેમ્બરે સૌથી વધુ 3 નવા કેસ ખેડા જિલ્લામાં, એ ઉપરાંત અમદાવાદ શહેરમાં 2 અને રાજકોટ શહેરમાં 1 ઓમિક્રોનનો કેસ નોંધાયા હતા. ગુજરાતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 73 કેસ નોંધાયા છે, જેમાંથી હાલમાં 56 લોકો સારવાર હેઠળ છે જ્યારે 17ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

અત્યાર સુધીમાં ઓમિક્રોનના લીધે એકપણ મોત નોંધાયું નથી.રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કુલ 24 કેલ નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 13 કેસ છે. જેમાં 8 પુરૂષ અને 5 મહિલા સમાવિષ્ઠ છે. 9ની વિદેશની ટ્રાવેલ હિસ્ટ્રી છે જ્યારે 4 ની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. અમરેલી, આણંદ અને વદોદરા જિલ્લામાં એક-એક કેસ છે, જેમની વિદેશની ટ્રાવેલ હિસ્ટ્રી છે. જ્યારે ગાંધીનગર શહેરમાં 4 કેસ છે જેમાં એક પુરૂષ અને 3 મહિલા છે, તેમની વિદેશની ટ્રાવેલ હિસ્ટ્રી છે. તો રાજકોટની 3 કેસ છે તેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.રાજ્યમાં નવેમ્બરથી કેસમાં વધારો થઈ રહ્યો છે. સાડા છ મહિના બાદ પહેલીવાર 200થી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 204 નવા કેસ નોંધાયા છે. જ્યારે 65 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં 192 દિવસ અગાઉ એટલે કે 19 જૂને 228 કેસ હતા. તો રાજ્યમાં એક હજારથી વધુ એક્ટિવ કેસ થઈ ગયા છે. રાજ્યમાં આજે ઓમિક્રોનનો 24 નવા કેસ નોંધાયા છે. આજે અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 98 અને જિલ્લામાં 2 મળી કુલ 100 નવા કેસ નોંધાયા છે.

17 જિલ્લામાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી. 25 ડિસેમ્બરે 179 નવા કેસ નોંધાયા હતા. આ પહેલાં 23 ડિસેમ્બરે 179 દિવસ બાદ ત્રિપલ ફિગરમાં એટલે કે 111 નવા કેસ નોંધાયા હતા. એ પહેલાં 27 જૂને રાજ્યમાં કુલ 112 નોંધાયા હતા.