કોરોનાકાળ બાદ આજથી શાળાઓમાં પરીક્ષા શરૂ, 27 ઓક્ટોબર સુધી ચાલશે પરીક્ષા
રાજ્યમાં ધીમે ધીમે કોરોના કહેર ધીમો થઇ રહ્યો છે. કોરોનાકાળ બાદ રાજ્યમાં પ્રથમ વખત શાળાઓમાં પરીક્ષાઓ યોજાઈ રહી છે, આજથી ગુજરાત બોર્ડના ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓની પ્રથમ પરીક્ષા શરૂ થઈ છે. જેમાં તમામ નિયમોનું પાલન કરીને પરીક્ષાઓ લેવામાં આવી રહી છે.
રાજ્યની તમામ શાળાઓમાં આજથી પ્રથમ પરીક્ષાનો પ્રારંભ થઇ ગયો છે. ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ છે જે 27 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. ગત વર્ષે કોરોનાને કારણે માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે પ્રથમ વખત શાળામાં પરીક્ષા યોજાઈ રહી છે. જુદી જુદી શાળાઓમાં અલગ અલગ સત્રોમાં પરીક્ષા લેવામાં આવી રહી છે. કોવિડ ગાઇડ લાઇનને ધ્યાનમાં રાખીને પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
અગાઉ તમામ શાળાઓમાં બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રશ્નપત્રો આપવાનું નક્કી કરાયું હતું પરંતુ શાળાઓની રજૂઆત બાદ બોર્ડનું પ્રશ્નપત્ર વૈકલ્પિક હતું અને શાળાઓને પણ પ્રશ્નપત્ર તૈયાર કરવાની મંજૂરી આપવામાં આવી હતી.