ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 27 જાન્યુઆરી 2020 (14:43 IST)

Shaheen Bagh protests- શાહિબાગ શહિદ સ્મારક પાસે માજી સૈનિકો અને શહીદોના પરિવારજનોના ધરણાં

ગુજરાતમાં હવે ચારેબાજુ આંદોલનો શરુ થઈ ગયાં છે. એક બાજુ લોકરક્ષક દળની પરીક્ષામાં અન્યાય થયો હોવાનું આંદોલન ગાંધીનગરમાં કેટલાય દિવસથી શરુ થયેલું છે. બીજી બાજુ ખેડૂતો સરકારી સહાય અને પાક વિમા મુદ્દે લાલઘૂમ છે. ઉત્તર ગુજરાતમાં એક બાળકી સાથે થયેલા દુષ્કર્મ કેસમાં હાલમાં ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે. ખુદ સીએમ રુપાણી પણ સોશિયલ મીડિયામાં ભ્રષ્ટાચાર મુદ્દે ચર્ચા કરી ચૂક્યા છે. તો ભાજપના જ ધારાસભ્યોમાં અંદરો અંદર અધિકારીઓ કોઈનું સાંભળતા નહીં હોવાની અનેક ચર્ચાઓ ચાલી છે. ત્યારે હવે જેના નામે દેશભક્તિની મશાલો લઈને નિકળવા વાળાઓ હવે તેમની જ વાત સાંભળવા તૈયાર નથી. ત્યારે અમદાવાદના શાહીબાગ ખાતેના શહીદ સ્મારક પાસે હજારો સૈનિકોના પરિવારજનો પોતાની માંગ સાથે ધરણા પર બેઠા છે. તેઓ શાહીબાગથી ગાંધીનગર તરફ જાય તેવી શક્યતા છે, જેને પગલે હાલ પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. માજી સૈનિકો અને શહીદ સૈનિકોના પરિવાજનોએ નોકરી, વળથર સહિતની 14 માંગણીઓ સાથે આંદોલન પર ઉતર્યા છે.