રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: આણંદ , શનિવાર, 24 ઑગસ્ટ 2024 (12:30 IST)

આણંદના આંકલાવમાં ભાજપમાં હડકંપ, 23 હોદ્દેદારોના રાજીનામા

BJP logo
BJP logo

 
ગુજરાતમાં શિસ્તબદ્ધ ગણાતા ભાજપમાં ઉથલપાથલ શરૂ થઈ છે. ગઈકાલે ડીસા નગરપાલિકામાં ભાજપના 17 સભ્યોએ એકસાથે રાજીનામાં આપ્યા હતાં. ત્યારે આજે આણંદના આંકલાવમાં સંગઠનમાં શહેર મહામંત્રીના રાજીનામા બાદ વધુ 22 હોદ્દેદારોએ રાજીનામું આપ્યું છે. 18 ઓગસ્ટના રોજ આંકલાવ શહેર મહામંત્રીએ અચાનક રાજીનામું આપી દીધું હતું. આ પછી મહામંત્રી વિશાલ પટેલના સમર્થનમાં આજે વધુ 22 રાજીનામા પડતાં રાજકારણમાં હડકંપ મચી જવા પામ્યો છે. 
 
કોંગ્રેસના પક્ષપલટુઓને કારણે આંકલાવ ભાજપમાં ભડકો
આંકલાવ શહેર ભાજપના હોદ્દેદારોનો આરોપ છે કે પક્ષમાંથી સસ્પેન્ડ થયેલા સભ્યો દખલગીરી કરે છે. જેનાથી હોદ્દેદારોએ નારાજ થઈને રાજીનામાં આપ્યા છે. મહામંત્રીએ આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસમાંથી આવેલા સભ્યો દાદાગીરી કરે છે. સસ્પેન્ડ થયેલાની પક્ષમાં ચાલતી દખલગિરીથી સ્થાનિક કાર્યકરો નારાજ છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલના વિરોધમાં મહામંત્રીએ રાજીનામું આપ્યું હતું.