એક યુવકનાં પેટમાંથી 3.5 કિલો લોખંડનો ભંગાર કઢાયો
અમદાવાદ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સિવિલ હોસ્પિટલની એક સર્જરીમાં 28 વર્ષનાં માનસિક અસ્વસ્થ યુવાનનાં પેટમાંથી સડા ત્રણ કિલો વજનનાં લોખંડનાં સ્ક્રૂ, ખીલી, નટ-બોલ્ટ અને પિન સહિતની 452 વસ્તુઓ કાઢવામાં આવી છે. આટલી બધી વસ્તુઓ કોઇ દર્દીનાં પેટમાંથી નીકળવાનો આ પ્રથમ કિસ્સો છે.કોઇ સામાન્ય માણસનાં પેટમાં જો એક નાનકડો સિક્કો પણ ફસાય તો ઘણી તકલીફ થાય છે. તો આ યુવકનાં પેટમાંથી તો લોખંડની સડાત્રણ કિલો વજનની અલગ અલગ 452 વસ્તુઓ નીકળી છે. આ અંગે સિવિલ સર્જરી વિભાગનાં ડોક્ટરોએ જણાવ્યું કે, આ યુવકને 'એક્યુફેઝિયા' નામની માનસિક બીમારી છે. જેમાં દર્દી સામાન્ય ખોરાકની સાથે સ્ક્રૂ, બોલ્ટ અને પિન જેવી ફોરેન બોડી પણ ખાય છે. તેને આવું ખાવાની આદત પડી જાય છે. આ યુવક મેન્ટલ હોસ્પિટલમાંથી 8 ઓગસ્ટે ઈએનટી વિભાગમાં દાખલ કર્યો હતો.