રવિવાર, 10 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 23 જાન્યુઆરી 2022 (11:23 IST)

આજથી બે દિવસ રેકોર્ડબ્રેક ઠંડી પડવાની શક્યતા

આજથી બે દિવસ ઠંડીનો પારો 7થી 8 ડીગ્રી પહોંચશે, રેકોર્ડબ્રેક ઠંડી પડી શકે છે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં એક તરફ કમોસમી વરસાદ પડ્યો છે. ત્યાર બાદ હવે સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડી પડી રહી છે. ઉત્તર-પૂર્વ તરફથી ફૂંકાઈ રહેલા બર્ફીલા પવનના કારણે શીતલહેરનું મોજું ફરી વળ્યું છે. અમદાવાદ, રાજકોટ સહિત રાજ્યના 9 શહેરોમાં લઘુત્તમ તપામાન ઘટી જતાં લોકો કાતિલ ઠંડી ઠરી ગયા છે. ત્યારે હવે હવામાન વિભાગની આગાહી અનુસાર આજ થી  અગામી 28મી જાન્યુઆરી સુધી અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કડકડતી ઠંડી પડશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
 
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હજુ વધુ ઠંડી પડવાની અને કોલ્ડ વેવની આગાહી હવામાન વિભાગે કરી છે. ઠંડી વધવાનુ કારણ ભારતમાં થયેલી હિમવર્ષા છે. ઉત્તર ભારતના પર્વતીય રાજ્યો જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થઈ છે. પહાડો પર ભારે હિમવર્ષાના પગલે અને ત્યાંથી પવનો ફૂંકાવાના કારણે ઉત્તર ગુજરાતમાં પણ ઠંડા પવનો ફૂંકાતા કોલ્ડવેવની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર અને અમદાવાદમમાં કાતિલ ઠંડીનુ મોજું ફરી વળશે. બનાસકાંઠા અને પાટણના સરહદી રણ વિસ્તારોમાં હાડ થીજાવી દેતી કાતિલ ઠંડી પડશે.