રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 7 મે 2019 (11:49 IST)

અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં રથોની પૂજા સાથે રથયાત્રાની તૈયારી શરૂ

આજે અખાત્રીજના દિવસને શુભ મુહૂર્ત ગણવામાં આવે છે. આજના દિવસે સોનાની ખરીદીને પણ શુભ માનવામાં આવે છે. અષાઢી બીજના દિવસે યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે આજના દિવસે ભગવાન જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથ, બલરામજી અને બહેન શુભદ્રાજીના રથની ખાસ પૂજા અર્ચના કરવામાં આવે છે. ભગવાનના ત્રણે રથોને ખાસ રીતે શણગારવામાં આવ્યા છે. અને લોકો આ રથોના દર્શન કરવામાં માટે પણ ઉમટી પડ્યા છે.જગન્નાથ, બલરામ અને શુભદ્રાજીના રથોનો આસોપાલન અને કેળાના પાનથી શણગારવામાં આવ્યા છે.રથોની પૂજા અર્ચન કરનાર મહારાજના જણાવ્યા પ્રમાણે આજના દિવસે વિશ્વકર્મા ભગવાન પાસે રથના કામ માટે મંજૂરી માંગવાની હોય છે અને ભગવાન મંજૂરી આપે છે અને ત્યારબાદ રથયાત્રાની તૈયારીઓની શરૂઆત કરવામાં આવે છે આજના દિવસે વણ માગ્યું મૂર્હત હોય છે અને આજના દિવસે લોકો શુભ કાર્યની શરૂઆત કરે છે. આજના દિવસે રથોની પૂજા કરવામાં આવે છે અને આજથી ભગવાની જગ્ગનાથની રથયાત્રા માટે તૈયારીઓનો શુભારંભ કરવામાં આવે છે.
 
 
 
 
Attachments area