સંબંધિત સમાચાર
- હેલ્મેટ હટાવો; કોંગ્રેસની સહી ઝુંબેશમાં હજા૨ોની સંખ્યામાં સહી એકત્ર
- અમદાવાદના મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન અને મેચ જાહેર: જાણો પહેલી મેચ કોણ રમશે
- દેશમાં ગુજરાતમાં સૌથી ઓછો ભ્રષ્ટાચાર તો રાજ્યમાં પોલીસ વિભાગ સૌથી વધુ ભ્રષ્ટ
- ગોધરામાં હેલ્મેટ નહીં પહેરી હોવાથી પોલીસે રૂમમાં પુરીને માર માર્યો હોવાનો આક્ષેપ
- કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારની કારે એક્ટિવા ચાલકને કચડી માર્યો
ગુજરાતમાં બળાત્કારની કિસ્સાઓમાં થયો બમણો વધારો, આંકડા જાણી ચોંકી જશો
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ક્રાઇમ રેટ વધતો જતો જોવા મળ્યો રહ્યો છે. રાજ્યમાં ગુનાખોરીના કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ક્યાં લૂંટફાટ, મર્ડર તો ક્યાંક બળાત્કાર છેડતીની ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઇ છે. ત્યારે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. ગુજરાતમાં મહિલા સાથે છેડતી, બળાત્કાર અને ગુમ થવાની ફરિયાદો સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે આવો સરકારે વિધાનસભામાં રજૂ કરેલા આંકડાઓ પર એક નજર કરીએ.
કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું હતું કે છેલ્લા 30 દિવસમાં ગુજરાતમાં 24થી વધારે બળાત્કારની ઘટનાઓ બની છે. નાની બાળકીઓ ઉપર દુષ્કર્મની ઘટનઓ બની રહી છે છતાં સરકાર કહે છે કે સબ સલામત છે. સરકારે વિધાનસભામાં રજૂ કરેલા આંકડાઓ જોઈએ તો રાજ્યમાં મહિલાઓ ઉપર બની રહેલા અત્યાચાર અને બળાત્કારના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં મહિલાઓ અસલામત છે.
છેલ્લા દસ વર્ષમાં ગુજરાતમાં મહિલાઓ પર બળાત્કારની ઘટનાઓમાં બમણો વધારો થયો છે.આ સાથે સાથે ગુજરાતમાં મહિલાઓ ગુમ થવાના કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત ગુજરાતમાં મહિલાઓ અને યુવતીઓની છેડતીના કેસોમાં પણ વધારો થયો છે જે ગુજરાત માટે ચિંતાજનક છે. સરકાર દ્રારા મહિલા સુરક્ષા માટે ગંભિર પગલાં લેવાવા જોઈએ તે લેવાતા નથી. સરકારનું ગૃહ વિભાગ અસંવેદનશીલ છે અને ગૃહ વિભાગની કામગીરી નિષ્ક્રીય હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે.
રાજ્યના ગૃહ પ્રધાનના નિવેદનનો જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે રાજ્યના ગૃહમંત્રીનું છ મહિના પહેલા પણ આવુ જ નિવેદન હતું જ્યારે ઘટના બને ત્યારે માત્ર નિવેદન આપવામાં આવે છે પરિવાર પર શું વિતે છે તે સરકાર વિચારી સંવેદનશીલ બને.
મહિલાઓ પર થયેલા બળાત્કારના આંકડા
વર્ષ બળાત્કારના કેસો
2009-10 427
2010-11 402
2011-12 488
2012-13 628
2013-14 751
2014-15 887
2015-16 923
2016-17 936
2017-18 936
મહિલાઓની છેડતીના આંકડા
વર્ષ છેડતીના કેસો
2013-14 1297
2014-15 1235
2015-16 1241
2016-17 1192
2017-18 1335
મહિલાઓ ગુમ થવાના આંકડા
વર્ષ કેટલી મહિલાઓ ગુમ થઈ
2013-14 5069
2014-15 4967
2015-16 5154
2016-17 5609
2017-18 6108

