શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 14 ઑક્ટોબર 2017 (15:32 IST)

પદ્માવતી ફિલ્મના વિરોધમાં શંકરસિંહ વાઘેલા ટેકો આપશે

રાજકોટમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જન વિકલ્પ મોરચાના પ્રમુખ શંકરસિંહ વાઘેલાની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રને અત્યાર સુધી અન્યાય જ થયો છે. જો જનવિકલ્પની સરકાર બનશે તો રાજકોટને સૌરાષ્ટ્રનું સચિવાલય બનાવવામાં આવશે. તેમજ સૌરાષ્ટ્રના તમામ ગામોના તમામ સરપંચોને ખર્ચ પેટે રૂપિયા 5000 આપવામાં આવશે. તેમજ સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસના યોગ્ય ભાવો નથી મળતાં.

સરકારે તાત્કાલિક કપાસ અને મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવી જોઈએ અને મગફળીના 1200 તેમજ કપાસના 1500 રૂપિયાનો ભાવ ખેડૂતોને મળવો જોઈએ. આ તકે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ પદ્માવતી અંગે ટીપ્પણી કરતા તેમણે કહ્યું હતું કે, ઇતિહાસ સાથે ચેડાં ન કરો. જો આવું થશે તો સમાજના આગેવાનો ચોક્કસ વિરોધ કરશે. એટલું જ નહીં તેમના આ વિરોધમાં મારો પણ પૂરતો ટેકો મળશે.