ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 22 ફેબ્રુઆરી 2021 (11:16 IST)

રાકેશ ટિકૈતે કર્યું એલાન- હવે ગુજરાતમાં મજબૂત કરશે આંદોલન, ચરખો ચલાવીને કંપનીઓને ભગાવશે

કૃષિ કાયદા વિરૂદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલનનું નેતૃત્વ હવે ખેડૂત નેતા રાકેશ ટિકૈત કરતાં જોવા મળ્યા રહ્યા છે. ભારતીય કિસાન યૂનિયનના રાકેશ ટિકૈત લાંબા સમયથી ચર્ચામાં છે અને હવે તેમણે જાહેરાત કરી છે કે કૃષિ કાયદા વિરૂદ્ધની લડાઇને મજબૂત કરવા માટે તે ગુજરાતનો પ્રવાસ કરશે. 
 
રાકેશ ટિકૈતે કહ્યું કે રવિવારે કહ્યું કે ગુજરાત, મહારાષ્ટ્રના ઘણા ખેડૂત દિલ્હી બોર્ડર પર ચાલી રહેલા આંદોલનનો ભાગ બન્યા છે. એવામાં હવે તે રાજ્યોમાં જઇને ખેડૂત આંદોલનને મજબૂત કરવાનો પ્રયત્ન કરશે. 
 
નવા કૃષિ કાયદાની ટિકા કરતાં રાકેશ ટિકૈતએ કહ્યું કે નવા કાયદાથી ખેડૂતોનું ભલું થવાનું નથી, આજે જે દૂધ ગામડામાં 20-22 રૂપિયા પ્રતિ લીટર મળે છે, તો બીજી તરફ શહેરોમાં 50 રૂપિયે લીટર સુધી વેચાય છે. આ પ્રકાર જો ખેતી પ્રાઇવેટ કંપનીઓના હાથમાં જશે, તો પાકના ભાવ પણ આ પ્રકારે નક્કી થશે. 
 
ગુજરાતથી આવેલા ખેડૂતોએ રવિવારે રાકેશ ટિકૈતને ચરખો આપ્યો હતો. રાકેશ ટિકૈતએ કહ્યું કે ચરખો ચલાવીને ગાંધીજીએ અંગ્રેજોને બહાર મોકલ્યા હતા, અમે પણ ચરખો ચલાવીને કંપનીઓને બહાર મોકલીશું. ગુજરાતમાં જઇને ખેડૂતોને એકઠા કરવાનું કામ કરશે. 
 
તમને જણાવી દઇએ કે દિલ્હીની સીમાઓ પર ચાલી રહેલા આંદોલનને લગભગ 3 મહિના થઇ ગયા છે. ગત થોદા દિવસોથી હવે દેશના અલગ અલગ ભાગોમાં ખેડૂત મહાપંચાયતોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. યૂપી, રાજસ્થાન, હરિયાણા, પંજાબ બાદ હવે આ ગૂંજ બંગાળ સુધી પહોંચી ગઇ છે. સાથે જ હવે રાકેશ ટિકૈતે ગુજરાત, મહારાષ્ટ્રમાં પણ સભાઓની વાત કહી છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે અત્યાર સુધી 11 મેચની ચર્ચા થઇ છે. સરકારે આ કાયદાને થોડા સમય સુધી ટાળવાની વાત કહી છે. પરંતુ ખેડૂત કાયદાને રદ કરવાની માંગ પર અડગઅ છે. એટલા માટે જ અત્યારે બંને પક્ષો વચ્ચે વાતચીત અટકી ગઇ છે.