રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 5 ઑક્ટોબર 2021 (12:11 IST)

રાજકોટ જિ.પં.ની સાણથલી અને શિવરાજપુર બેઠક પર કોંગ્રેસની જીત, ભાજપના સૂપડા સાફ

રાજકોટ જિલ્લામાં નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ખાલી પડેલી બેઠકો પર 3 ઓક્ટોબરે મતદાન યોજાયું હતું. જેનું આજે પરિણામ આવ્ય હતું. જેમાં ભાજપના સૂપડા સાફ થયા છે અને કોંગ્રેસનો પંજો ઊંચો રહ્યો છે. રાજકોટ જિલ્લા પંચાયતની સાણથલી અને શિવરાજપુર બેઠક પર કોંગ્રેસના બંને ઉમેદવારની જીત થઇ છે. આ બંને બેઠક જસદણ તાલુકામાં આવે છે. આથી ભાજપે પૂર્વ કેબિનેટ મંત્રી અને જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયાને સોંપવામાં આવી હતી. જોકે, તેમાં બાવળિયા અસફળ રહેતા તેના જ ગઢમાં ગાબડુ પડ્યું છે.કોરોનાકાળમાં રાજકોટ જિલ્લા પંચાયતની શિવરાજપુર બેઠકના સભ્યનું અવસાન થતા ખાલી બેઠક પર પેટાચૂંટણી આવી હતી. જેમાં ભાજપમાંથી છગન તાવીયા અને કોંગ્રેસમાંથી વિનુ મેણિયા વચ્ચે જંગ ખેલાયો હતો. જેમાં છગન તાવીયાને 4868 મત મળ્યા છે અને વિનુ મેણિયાને 5621 મત મળ્યા છે. આથી કોંગ્રેસના વિનુ મેણિયાએ ભાજપના છગન તાવીયાને 2084 મતથી હરાવ્યા છે. કોરોનાકાળમાં રાજકોટ જિલ્લા પંચાયતના સભ્યનું અવસાન થતા ખાલી પડેલી આ બેઠકની પેટાચૂંટણી આવી હતી. જેમાં કોંગ્રેસમાંથી શારદાબેન વિનુભાઇ ધડુક અને ભાજપમાંથી રસીલાબેન વેકરીયા વચ્ચે જંગ ખેલાયો હતો. જેમાં કોંગ્રેસના શારદાબેનને 5103 મત મળ્યા હતા અને કોંગ્રેસના રસીલાબેનને 4868 મત મળ્યા હતા. આથી કોંગ્રેસના શારદાબેન 235 મતથી વિજેતા થયા છે.રાજકોટના ઉપલેટા નગરપાલિકામાં વોર્ડ નં.5ની પેટાચૂંટણીમાં કોંગ્રેસની જીત થઇ છે. ભાજપના મહિલા સભ્યનું કોરોનામાં મૃત્યુ થતા બેઠક ખાલી પડતા પેટાચૂંટણી આવી હતી. જેમાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર દક્ષાબેન વેકરીયાની જીત થઇ છે. ભાજપના ઉમેદવાર કૃણાલ સોજીત્રાને 885 મત મળ્યા છે અને કોંગ્રેસના ઉમેદવાર દક્ષાબેનને 1098 મત મળ્યા છે.