શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 12 ઑગસ્ટ 2024 (19:05 IST)

રાજકોટના નવનિયુક્ત ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર 1.80 લાખની લાંચ લેતા ઝડપાયા

rajkot
rajkot

અગ્નિકાંડમાં 27 લોકોના જીવ ગયા બાદ પણ અધિકારીઓ સુધરતા નથી. આ ઘટનામાં તપાસ ચાલુ છે અને ફાયર એનઓસીને લઈને આખા રાજ્યમાં તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. ત્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર 1.80 લાખ રૂપિયાની લાંચ લેતા ACBના હાથે ઝડપાઈ ગયાં છે. અગ્નિકાંડના પીડિતો સરકાર પાસે હજી ન્યાયની માંગ કરી રહ્યાં છે ત્યારે ભ્રષ્ટાચારી બાબુઓને લાંચ લેતા શરમ પણ આવતી નથી. 
 
ફરિયાદી પાસે ત્રણ લાખ રૂપિયાની લાંચની માંગ કરી
પ્રાપ્ત વિગતો પ્રમાણે ફરિયાદી ફાયર સેફ્ટી ફીટીંગનું કામ કરતા હોવાથી રાજકોટમાં એક બિલ્ડીંગમાં કરેલ ફાયર સેફ્ટી અંગેની એનઓસી મેળવવા માટે ગયા હતા. તેમણે રાજકોટ મહાનગર પાલિકાના સેન્ટ્રલ ઝોનના ચીફ ફાયર ઓફિસર અનિલકુમાર બી.મારૂનો સંપર્ક સાધ્યો હતો. તે સમયે મારૂએ ફરિયાદી પાસે ત્રણ લાખ રૂપિયાની લાંચની માંગ કરી હતી.ફરિયાદીએ તેમને 1.20 લાખ રૂપિયા આપી દીધા હતા. બાકીની રકમ ચાર પાંચ દિવસમાં આપવાનું નક્કી થયું હતું. બીજી તરફ ફરિયાદીએ આ અંગે ACBમાં ફરિયાદ નોંધાવી હતી.
 
ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂ રંગે હાથ ઝડપાઈ ગયા
જેને આધારે ACBએ રાજકોટ મહાનગર પાલિકાની સેન્ટ્રલ ઝોનની ચીફ ફાયર ઓફિસરની ઓફિસમાં જળ બિછાવી હતી. જ્યાં લાંચના 1.80 લાખ રૂપિયા લેતા ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂ રંગે હાથ ઝડપાઈ ગયા હતા. રાજકોટ મહાનગર પાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર અને ફાયર વિભાગના અધિકારીઓ હાલ અગ્નિકાંડની ઘટના બાદ ભ્રષ્ટાચાર અને ગેરરીતી માટે જેલમાં છે. જેથી અનિલ મારૂને ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકે મુકવામાં આવ્યા હતાં.