ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 24 સપ્ટેમ્બર 2024 (13:29 IST)

ગુજરાતમાં ફરી વરસાદ લાવી શકે છે તબાહી, આ જિલ્લાઓમાં IMDનું એલર્ટ

ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી વરસાદી વાતાવરણ ચાલુ રહેવાની સંભાવના છે. દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી સાથે  જ સુરત, નવસારી અને ડાંગમાં પણ વરસાદની આગાહી છે.
 
આ ઉપરાંત નર્મદા, ભરૂચ અને તાપીમાં પણ વરસાદ પડી શકે છે. આ સિવાય સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત અમદાવાદ, આણંદ અને નર્મદામાં પણ વરસાદ પડશે. વલસાડના પારડીમાં સોમવારે સાડા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો.
 
બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય
 
હાલ ગુજરાતમાં 28મી સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના નવીનતમ અપડેટ મુજબ, આજથી 28 સપ્ટેમ્બર સુધી ગુજરાતના ઘણા જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. બંગાળની ખાડીમાં સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે. તેથી આ દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
 
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ પર છે. આજે દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. તો આવતીકાલે સુરત, નવસારી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદનું તાપમાન વધશે. સામાન્ય તાપમાન કરતાં 1.7 ડિગ્રીનો વધારો થશે.