ગુજરાતમાં આ ત્રણ દિવસ વરસાદની આગાહી, 72 કલાકમાં વાતાવરણમાં આવશે પલટો
દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાં આગામી 14મીથી 16મી ઓક્ટોબર સુધીમાં હળવો વરસાદ પડી શકે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આ ત્રણ દિવસ છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે. દરમિયાન રવિવારે સાંજે 6 વાગ્યે ડેમમાં 6229 ક્યુસેક પાણીની આવક ચાલુ રહેતાં તંત્રે 6229 ક્યુસેક પાણી છોડયું હતું. હવે વરસાદ પડશે તો ખેડૂતોને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. એટલું જ નહીં જે ખેડૂતોની પાક ઊભો છે તેઓને કાપણી માટે રાહ જોવી પડશે કેમકે, વરસાદથી જમીન ભીની થઇ જતાં કાપણીને અસર પહોંચશે.