બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 9 ઑગસ્ટ 2019 (12:14 IST)

રાજયના ૧૬૮ તાલુકાઓમાં વરસાદ : છોટા ઉદેપુરમાં સાડા તેર ઈંચ વરસાદ

અમદાવાદ: રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ ૦૫/૦૮/૨૦૧૯ના રોજ સવારે છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન રાજયના રાજયના ૧૭૦ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે જેમાં ૨૪ તાલુકાઓમાં ચાર ઈંચથી માંડીને ૨૩ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં શ્રીકાર વરસાદ વરસ્યો છે. જેમાં ઉમરપાડામાં ૨૩ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

આજે સવારે ૬.૦૦ થી ૧૦.૦૦ વાગ્યા સુધીના ૪ કલાકના સમયગાળામાં નવસારીના વાંસદા અને ડાંગના વઘઈ તાલુકામાં ૮ ઈંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. રાજયના ૪૯ તાલુકાઓમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે. જેમાં વાંસદામાં ૨૦૭ મી.મી. અને વઘઈમાં ૨૦૦ મી.મી. એટલે કે ૮ ઈંચ જેટલો વરસાદ ૪ કલાકમાં વરસ્યો છે. એ ઉપરાંત આહવામાં ૯૩ મી.મી., ડોલવણમાં ૪૩ મી.મી., સુબિરમાં ૩૬ મી.મી., ગણદેવીમાં ૩૪ મી.મી. અને ક્વાંટમાં ૨૯ મી.મી. એટલે કે એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. 


રાજયના ૧૭૦ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ છેલ્લાં ચોવીસ કલાકમાં વરસ્યો છે તે પૈકી ૨૪ તાલુકામાં ચાર ઈંચથી ૨૩ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. જેમાં ઉમરપાડામાં ૫૮૭ મી.મી., માંગરોળમાં ૪૫૧ મી.મી. એટલે કે ૧૪ ઈંચથી વધુ ડેડિયાપાડામાં ૩૧૮ મી.મી., વાલિયામાં ૨૦૩ મી.મી., સુરતના માંડવીમાં ૨૦૨ મી.મી., ક્વાંટમાં ૨૦૧ મી.મી., સુબિરમાં ૧૮૭ મી.મી., સોનગઢમાં ૧૮૫ મી.મી., ઉચ્છલમાં ૧૭૯ મી.મી., વાપીમાં ૧૫૧ મી.મી., નાંદોદમાં ૧૪૯ મી.મી., ડભોઈમાં ૧૪૭ મી.મી., નેત્રંગમાં ૧૪૩ મી.મી., વ્યારામાં ૧૩૫ મી.મી., અંકલેશ્વરમાં ૧૩૦ મી.મી., સાગબારામાં ૧૨૬ મી.મી., જાંબુઘોડામાં ૧૧૯ મી.મી., ધરમપુરમાં ૧૧૫ મી.મી., ઓલપાડમાં ૧૧૨ મી.મી., તીલકવાડા ૧૦૪ મી.મી., કામરેજમાં ૧૦૨ મી.મી. અને વઘઈમાં ૧૦૦ મી.મી. એટલે કે ૪ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે એ ઉપરાંત અન્ય ૧૪૬ તાલુકાઓમાં ૪ ઈંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.