બુધવાર, 13 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 21 જુલાઈ 2023 (13:18 IST)

Raigarh Landslide: મહારાષ્ટ્રના રાયગઢમાં એક ગામ પર પહાડ પડ્યો, 30-40 ઘર કાટમાળ નીચે દટાયા, 100થી વધુ લોકો લાપતા

landslide in raigad irshawadi village
Raigarh Landslide: મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના એક આદિવાસી ગામમાં પહાડ તૂટી પડવાને કારણે લગભગ 40 ઘર કાટમાળ નીચે દટાઈ ગયા છે, જ્યારે 100થી વધુ લોકો લાપતા છે. મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે.
 
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં બુધવારે (19 જુલાઈ) મોડી રાત્રે ભૂસ્ખલન થતાં 30 થી વધુ પરિવારો ફસાયા હોવાની આશંકા છે, જ્યાં આદિવાસી વસાહતના લગભગ 46 ઘરો આવેલા છે.
 
વહીવટી અધિકારીઓનું કહેવું છે કે આ દુર્ઘટનામાં માત્ર બે-ચાર ઘરોનો જ બચાવ થયો છે, અને ગામમાં બનેલી શાળાને કોઈ નુકસાન થયું નથી. આ ઘટના રાયગઢના ખાલાપુર વિસ્તારથી માત્ર 6 કિમી દૂર બની હતી. મોરબે ડેમ ખાલાપુર વિસ્તારમાં જ બાંધવામાં આવ્યો છે જે નવી મુંબઈને પાણી પૂરું પાડે છે.

Edited By- Monica sahu