રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 12 જુલાઈ 2019 (12:10 IST)

બેંક માનહાનિ કેસ - અમદાવાદ કોર્ટમાં રાહુલ ગાંધીની 3 વાગ્યે રજુઆત, આ છે પુરો મામલો

લોકસભા ચૂંટણીમાં મળેલી કરારી હાર પછી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની મુશ્કેલીઓ ઓછુ લેવાનુ નામ નથી લઈ રહી. થોડા દિવસમાં મુંબઈની એક કોર્ટ સામે રજુ થયા પછી રાહુલ ગાંધી શુક્રવારે અમદાવાદની સ્થાનીક કોર્ટમાં રજુ થશે.  સંબંધિત મામલે બેંક અને તેના ચેયરમેન સાથે જોડાયેલ માનહાનિનો છે. અમદાવાદ જીલ્લા સરકારી બેંક અને તેના ચેયરમેને રાહુલ ગાંધી વિરુદ્ધ અરજી દાખલ કરી છે. 
 
પત્રકારની હત્યા માટે બીજેપીને દોષી ઠેરવાઈ હતી 
 
અમદાવદની કોર્ટે રાહુલ ગંધીને તેમના દ્વારા નોટબંધી દરમિયાન એક નિવેદન પ્રક્રિયામાં કોર્ટમાં રજુ થવાનો આદેશ આપ્યો છે. આ પહેલા પત્રકાર અને લેખિકા લંકેશની હત્યા સંબંધમાં માનહાનિના કેસમાં ગાંધી ગયા અઠવાડિયે મુંબઈના કોર્ટમાં રજુ થયા હતા.  પત્રકારની હત્યા માટે તેમણે ભારતીય જનતા પાર્ટી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારાને દોષી ઠેરવી હતી. 
 
6 જુલાઈના રોજ પટનાની કોર્ટમાં રજુ થયા 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર રાહુલે એક ટિપ્પણી આપી હતી. તેમણે કહ્યુ હતુ કે કેમ બધા ચોરોને મોદી કહેવામાં આવે છે. જેના પર બિહારના ઉપમુખ્યમંત્રી અને ભાજપાના નેતા સુશીલ કુમાર મોદી દ્વારા અરજી નોંધવામાં આવી. આ મામલે 6 જુલાઈના રોજ રાહુલ પટનાની કોર્ટમાં રજુ થયા હતા. કોંગ્રેસ નેતાઓ મુજબ રાહુલ ગાંધી પર આખા દેશની વિવિધ કોર્ટમાં આરએસએસ અને ભાજપા કાર્યકર્તાઓ દ્વરા 20 મમાલા નોંધાયા છે.