સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 26 ફેબ્રુઆરી 2022 (14:31 IST)

રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે, દ્વારકાધિશના ચરણોમાં શિશ ઝુકાવી ચૂંટણીનું રણશિંગુ ફૂંક્યું

દ્વારકા કોંગ્રેસની ચિંતન શિબિર યોજાઈ રહી છે. ત્યારે આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારકામાં આવી પહોંચ્યા હતા. જામનગર એરપોર્ટ પર રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ રાહુલ ગાંધી દ્વારકામાં દ્વારકાધીશ ભગવાનના દર્શન કરવા માટે આવી પહોંચ્યા છે. દ્વારકાધીશ ભગવાનના મંદિરની પ્રવેશ દ્વાર પહેલા ભગવાન દ્વારકાધીશની ધજા માથે ચડાવી રાહુલ ગાંધીએ પ્રવેશ કર્યો હતો.

ભગવાન દ્વારકાધીશની ધજાની પૂજા વિધિ પાદુકા પૂજન કર્યા બાદ રાહુલ ગાંધી દ્વારકાધીશના દર્શન કરી શીશ ઝુકાવીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસની ચાલી રહેલી ચિંતન શિબિરમાં ઉપસ્થિત રહેવા માટે રવાના થયા હતા.દ્વારકામાં કોંગ્રેસની ચિંતન શિબિર ચાલી રહી છે. ત્રણ દિવસની આ ચિંતન શિબિરના બીજા દિવસે રાહુલ ગાંધી હાજરી આપવા દ્વારકા પહોંચ્યા હતા. ચિંતન શિબિરમાં હાજરી આપતા પહેલા તેમણે દ્વારકાધીશના દર્શન કર્યા હતા અને શિશ ઝુકાવી ગુજરાતમાં કોંગ્રેસ સત્તા હાસલ કરે તેવા આશિર્વાદ માગ્યા હતા. ચિંતન શિબિરમાં ચાર કલાક રહીને કોંગ્રેસના કાર્યકર્તા અને નેતાઓને માર્ગ દર્શન આપવાના છે.ઉલ્લેખનીય છે કે, જામનગર એરપોર્ટ પર રાહુલ ગાંધીનું ધારાસભ્ય અને શહેર પ્રમુખ દ્વારા શ્રી કૃષ્ણ ભગવાનનો ફોટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ રાહુલ ગાંધી ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે દ્વારકા પહોચ્યા હતા.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દ્વારકાધીશ ભગવાનના મંદિરની પ્રવેશ દ્વાર પહેલા ભગવાન દ્વારકાધીશની ધજા માથે ચડાવી પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ ભગવાન દ્વારકાધીશની ધજાની પૂજા વિધિ પાદુકા પૂજન કર્યા બાદ દ્વારકાધીશના દર્શન કરી શીશ ઝુકાવીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસની બીજા દિવસમાં ચાલી રહેલી ચિંતન શિબિરમાં ઉપસ્થિત રહેવા પહોંચ્યા છે.કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારકા પહોંચ્યા ત્યારે ભાતીગળ સંસ્કૃતિની રાસ મંડળ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભગવાન દ્વારકાધીશને શીશ ઝુકાવી ચિંતન શિબિરમાં હાજરી આપી છે અને કોંગ્રેસના ધારાસભ્ય, પ્રદેશ અધ્યક્ષ, રાજ્યસભાના સાંસદ સહિત કોંગ્રેસના નેતાઓને માર્ગદર્શન આપશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ચિંતન શિબિરમાં રાહુલ ગાંધી ચાર કલાક ચિંતન શિબિરમાં ઉપસ્થિત રહી ત્યારબાદ દિલ્હી રવાના થશે.