br style="font-family: Arial, Helvetica, sans-serif; font-size: small;" /> પીએમ નરેન્દ્ર મોદી અને ડિફેન્સ મિનીસ્ટર નિર્મલા સીતારમણ બેટરી ઓપરેટેડ કારમાં બેસીને તેઓ જ્યાં આ તોપનું નિર્માણ થાય છે ત્યાં પહોંચ્યાં હતાં. તેમનો કાફલો પણ તેમની સાથે છે. એલએન્ડી ટીના ચેરમેન અજય નાયક તેમને ફેક્ટરી અંગેની માહિતી આપી રહ્યાં છે. પીએમ મોદીએ ફેક્ટરી તથા અહીંનું કામકાજ અને ટેન્ક કેવી રીતે કામ કરશે તે વિશે માહિતી મેળવી. કોરિયા સાથે મળીને આ ટેન્ક બનાવવામાં આવી છે. ત્યારે હવે કોરિયાથી આવેલા ડેલિગેટ્સ, તથા ડિફેન્સ અને આર્મ્ડ ફોર્સિસ સાથે જોડાયેલા લોકો પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. આ ટેન્ક કોઈ પણ વાતાવરણમાં ચાલી શકે તેવીબનાવવામાં આવી છે. ટેન્કનું વજન 47 ટન છે જ્યારે ટેન્કની લંબાઈ 12 મીટર, ઊંચાઈ 2.73 મીટર, ટેન્કમાં ડ્રાઈવર સાથે પાંચ લોકો બેસે તેવી સુવિધા છે. K-9 વજ્ર 21મા સદીના કોઈપણ યુદ્ધને પહોંચી વળવા સક્ષમ છે.#WATCH Prime Minister Narendra Modi rides a K-9 Vajra Self Propelled Howitzer built by Larsen & Toubro pic.twitter.com/ww9B90OaiD
— ANI (@ANI) January 19, 2019