રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 2 ડિસેમ્બર 2020 (12:04 IST)

CCTV વડે માસ્ક વિના ફરતા લોકો પર પોલીસની નજર, પકડાયા તો ફોટો પાડીને કરશે આ કામ

એક પંથ દો કાજ એટલે એક તીર બે નિશાનની કહેવત સર્વવિદિત છે. કોરોનાનું સંક્રમણ વધતું જતું હોવાછતાં બિન્દાસ માસ્ક વિના ફરતાં લોકોની હવે ખેર નથી. કારણ કે હવે પોલીસે માસ્ક વિના ફરતા લોકોને પાઠ ભણાવવા માટે એક ટીમ બનાવી છે. આ ટીમ માસ્ક વિના ફરતા લોકોના જે તે સ્થળથી ફોટા પાડીને વોટ્સએપ ગૃપમાં અપલોડ કરશે.  આ વોટ્સઅપ ગ્રુપમાં 50 પોલીસ મથકના 50 પીઆઇ છે. ફોટા, વીડિયો તેમજ લોકેશનના આધારે પીઆઇ તેમની ટીમને આદેશ કરીને ઘટના સ્થળે મોકલશે. જે પછી નિયમ ભંગ કરનાર વ્યકિત વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધીને તપાસ કરશે.
 
આ સિવાય સ્પેશિયલ બ્રાન્ચ દ્વારા લગ્ન પ્રસંગ તેમજ કાર્યક્રમમાં પણ સિવિલ ડ્રેસમાં પોલીસ હાજરી આપીને જાહેરનામા ભંગના નિયમનું પાલન કરવામાં આવે છે કે નહી તેની ખાસ નજર રાખશે. જો ઉલ્લંઘન થતું જણાશે તો પોલીસ પરમિશન માંગનાર વિરુદ્ધ ફરિયાદ નોંધશે.
 
તો બીજી તરફ વડોદરાના પ્રગતિશીલ અંકોડિયા કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવા માટે ગામની વિવિધ જગ્યાઓ પર ગ્રામ પંચાયત દ્વારા સુરક્ષા અને સતર્કતા રાખવા માટે વિભિન્ન સ્થળો પર 26 જેટલા સીસીટીવી કેમેરાનું એક નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે. 
 
સીસીટીવીની માસ્ક પહેર્યા વિના ફરતા લોકો પર નજર રાખવામાં આવે છે અને ભીડ એકઠી ન થાય અને સોશિયલ ડિસ્ટન્સ પાલન કરવામાં આવે તેના પર ધ્યાન રાખવામાં આ છે. અને જો ભીડ એકઠી થાય છે તો તેને તાત્કાલિક વિખેરવામાં આવે છે