સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 25 સપ્ટેમ્બર 2021 (18:21 IST)

નવરાત્રી મુદ્દે પોલીસે જાહેર કર્યો એક્શન પ્લાન, 12 વાગ્યા પછી કર્ફ્યુ

આગામી નવરાત્રીનાં તહેવારને લઇને પોલીસ નો એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. શેરીઓમાં રાજ્ય સરકારની કોરોના ગાઇડલાઈન મુજબ ગરબાનું આયોજન કરી શકાશે. પરંતુ મર્યાદિત સંખ્યા એટલે કે 400 લોકો હાજર રહી શકશે. શેરી ગરબા માં રમતા ખેલૈયાઓ એ ફરજીયાત કોરોના વેક્સિન ના બે ડોઝ લીધા હોવા જરૂરી છે. સાથે જ 12 વાગ્યા પછી કર્ફ્યુ, લાઉડ સ્પીકરને લઈને પણ ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે. 
 
નવરાત્રીને લઈ પોલીસની ગાઈડલાઇન મુજબ પોલીસ દ્વારા  સોસાયટીઓના ચેરમેન સેક્રેટરીએ કોરોનાની ગાઇડલાઈનાનું પાલન કરવાની સાથે જ ગરબાનું આયોજન કરવાનું રહેશે. પોલીસ દ્વારા શેરી ગરબા અને સોસાયટીના ગરબાના સ્થળો પર સતત પોલીસ પેટ્રોલિંગ રાખવામાં આવશે. રાજ્ય સરકારની ગાઈડ લાઈન મુજબ રાત્રે 12 વાગ્યા સુધી જ ખેલૈયાઓ ગરબા રમી શકશે. અને લાઉડ સ્પીકર સુપ્રીમકોર્ટની ગાઈડ લાઈન મુજબ જ વગાડી શકાશે. જો કે આ વર્ષે પાર્ટી પ્લોટ અને અને ક્લબમાં થતા કોમર્શિયલ ગરબા આ નહિ યોજી શકાશે નહી