બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 31 માર્ચ 2020 (19:37 IST)

કોરોના સાથેની લડાઇમાં પીએમ નરેન્દ્ર મોદીને અનોખો આશીર્વાદ, માતા હીરાબાએ 25 હજાર રૂપિયા દાનમાં આપ્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અભિયાનમાં કોરોના સામે ચાલી રહેલા યુદ્ધમાં પીએમ કેયર્સમાં તેમની માતા હિરાબાનો પણ સાથ મળ્યો છે. તેમની માતા હીરાબેને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પીએમ કેયર્સ ફંડમાં 25 હજાર રૂપિયા દાનમાં આપ્યા છે. હીરાબેને પોતાની બચતમાંથી આ રકમ ઉપાડીને પીએમ કેર ફંડમાં આપી દીધી છે. હીરાબેન હાલમાં પરિવાર સાથે ગુજરાતમાં રહે છે અને ટીવી પર પુત્ર નરેન્દ્ર મોદીના પ્રયાસોને જોઈને સતત તેમનુ સમર્થન કરતા જોવા મળે છે.
 
પીએમ મોદી દેશની જનતાને ક્યારેય પણ કોઈપણ વસ્તુની અપીલ કરે, તેવામાં હીરાબા પોતાના પુત્રને સાથ આપવા હંમેશા આગળ આવતાં હોય છે. 22 માર્ચના રોજ જનતા કર્ફ્યુના દિવસે પણ હીરાબા ઘરની બહાર પાંચ વાગ્યે હાથમાં થાળી વગાડતાં જોવા મળ્યા હતા. તો આ વખતે પણ કોરોના વાયરસ માટે દાન આપવાની અપીલ કરતાં હીરાબાએ પોતાની અંગત બચતમાંથી 25 હજાર રૂપિયાનું દાન કર્યું હતું.
 
આ અગાઉ કાશ્મીરમાં પણ પૂર આવ્યું હતું ત્યારે પણ હીરાબાએ દાન કર્યું હતું. ખરા અર્થમાં મા હોય તો હીરાબા જેવા. જે કોઈપણ સંજોગોમાં પોતાના પુત્રને સહકાર આપવા માટે હંમેશા આગળ આવતાં રહે છે. નોટબંધીમાં પણ હીરાબા બેંક બહાર લાઈનમાં ઉભા રહ્યા હતા. ત્યારે આજે કોરોનાના સંકટ સામે જ્યારે દેશ અને પીએમ લડી રહ્યા છે. ત્યારે પણ હીરાબા આજે આગળ આવીને મદદ કરી છે.