ઉત્તરપ્રદેશ સહિત 5 રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. જેમાંથી હાલ ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, મણિપૂર અને ગોવામાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. સમગ્ર દેશમાં ભગવાની વાત કરીએ તો ભાજપ અને તેના સાથીપક્ષો આ પરિણામો સાથે 18 રાજ્યમાં સત્તા પર યથાવત છે. હવે વડાપ્રધાન મોદી ચાર રાજ્યોની ચૂંટણીનો વિજયોત્સવ મનાવવા સાથે ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકવા અમદાવાદ આવ્યા છે.વડાપ્રધાને એરપોર્ટથી કમલમ સુધી બે કલાક રોડ શો કર્યો હતો. આ રોડ શોમાં લાખો લોકએ પીએમનું સ્વાગત કર્યું હતું. કમલમમાં ગુજરાતના નેતાઓ સાથે હાલની રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કર્યા બાદ રાજભવન ગયા હતા.
પંચાયતી રાજ વ્યવસ્થા ખૂબ જ મહત્વપૂર્ણ
ગ્રામ સ્વરાજનુ સપનુ પુરૂ કરવા માટે પંચાયતી રાજ વ્યવસ્થા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ વ્યવસ્થાને દિશા આપવાનુ કામ તેને ગતિ આપવાનુ કામ આપ બધા પ્રતિનિધિ કરી રહ્યા છે. પંચ સરપંચ કરી રહ્યા છે.
પંચાયત વ્યવસ્થામાં પુરૂષોથી વધુ પ્રતિનિધિત્વ મહિલાઓનુ
ગુજરાતમા પંચાયત વ્યવસ્થામાં પુરૂષોથી વધુ પ્રતિનિધિત્વ મહિલાઓ કરી રહી છે. 1.5 લાખથી વધુ ચૂંટાયેલા જનપ્રતિનિધિ એક સાથે બેસીને ગુજરાતના ઉજ્જવળ ભવિષ્યની ચર્ચા કરે. તેનાથી મોટો કોઈ અવસર નથી હોઈ શકતો. લોકતંત્રની તેનાથી મોટી કોઈ તાકત નથી હોઈ શકતી.
બાપુએ સશક્ત અને સમર્થ ગામની વાત સદા અને સર્વદા કહીઃ મોદી
લોક તંત્રના મૂળ મજબૂત કરતા પંચાયતી રાજના બંધુ ભગિનિને આદર પૂર્વક નમસ્કાર. અહીં આવીને પંચાયતથી પાર્લામેન્ટના દર્શન થયા. આ બાપુની ધરતી છે, આ સરદાર વલ્લભભાઈ પટેલની ધરતી છે. બાપુએ હંમેશા ગ્રામીણ વિકાસની વાત, આત્મનિર્ભર ગામની વાત, સશક્ત અને સમર્થ ગામની વાત સદા અને સર્વદા કહી છે, એટલે જ્યારે આઝાદીના અમૃતકાળમાં છીએ ત્યારે પૂજ્ય બાપુના સપના માટે આપણે પ્રતિબદ્ધ છીએ. ગ્રામીણ વિકાસ બાપુનું સૌથી પ્રમુખ સપનું હતું. લોકતંત્રની શક્તિ પણ ગ્રામ તંત્રમાં જોતા હતા.
આટલી મોટી મહામારી, આખી દુનિયાને ચિંતામાં મુકી દીધી એ કોરોનાને ગામડાંમાં પહોંચ પહોંચતા મોંમાં ફીણ આવી ગયા.ગામડાંઓએ સુઝ પ્રમાણે નિયમો ગોઠવ્યા. બહાર આવે તેને બહાર રાખ્યા, બહાર રહે તેના માટે વ્યવસ્થા ગામ કરે. ગામડાંઓએ કોરોનાના કાળખંડમાં અદભૂત વ્યવસ્થા વિકસાવી અને ગામડાંમાં મહામારીને પ્રવેશતી રોકી રાખવામાં ખૂબ કામ કર્યું.
હું ગામડાંના પ્રતિનિધિઓને લાખ લાખ અભિનંદન આપું છું. આપણા નાના ખેડૂતે કામમાં કોઈ પાછી પાનીના ના કરી અને ભારતનો અન્નનો ભંડાર ભરવા માટે હું આભાર માનું છું. અહીં મોટા ભાગે બહેનો છે અને ગુજરાતનું સદભાગ્ય છે કે, દેશના લોકોને ખબર નહીં, ગુજરાતની પંચાયત વ્યવસ્થામાં પુરૂષો કરતા મહિલા વધુ પ્રતિનિધિત્વ કરી રહી છે. બાળપણમાં સર્વોદય પ્રવૃત્તિ સાથે જોડાયેલા દ્વારકાદાસ જોશી પાસેથી વાતો સાંભળતો હતો. વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં લોકો આમને સામને ન આવે પણ ગામડાંની ચૂંટણીમાં લોકો સામ સામે આવે છે. ઘણીવાર તો દીકરી પાછી આવે કારણ કે ચૂંટણીમાં સામ સામે હતા. વેરના વાવેતર થઈ જતા હતા. વિનોબાભાવે કહેતા ગામડાંઓમાં મળીને પ્રતિનિધિ નક્કી કરવામાં આવે.
નવા ચૂંટાયેલા પંચાયતના પ્રતિનિધિઓ પાસેથી વચન માગ્યું. કહ્યું હું કહું એવા નાના નાના કામ કરશો? દોઢ લાખથી વધુ ચૂંટાયેલા પ્રતિનિધિ એકસાથે બેસીને ગુજરાતના ભવિષ્યની ચર્ચા કરે એથી મોટી બીજી શું તાકાત હોય શકે. ગામની શાળા શરૂ થઈ હશે તેનું લખાણ હશે ક્યારે શરૂ થઈ તેનું. દર વર્ષે શાળાનો જન્મ દિવસ ઉજવી શકીએ? શાળા શિક્ષકોની નથી, શાળા આપણા ગ્રામની પ્રાણશક્તિ છે.
નવા ચૂંટાયેલા પંચાયતના પ્રતિનિધિઓ પાસેથી વચન માગ્યું. કહ્યું હું કહું એવા નાના નાના કામ કરશો? દોઢ લાખથી વધુ ચૂંટાયેલા પ્રતિનિધિ એકસાથે બેસીને ગુજરાતના ભવિષ્યની ચર્ચા કરે એથી મોટી બીજી શું તાકાત હોય શકે. ગામની શાળા શરૂ થઈ હશે તેનું લખાણ હશે ક્યારે શરૂ થઈ તેનું. દર વર્ષે શાળાનો જન્મ દિવસ ઉજવી શકીએ? શાળા શિક્ષકોની નથી, શાળા આપણા ગ્રામની પ્રાણશક્તિ છે.
આઝાદીના અમૃતોત્સવ અંતર્ગત ઓગસ્ટ 2023 સુધીમાં 75 કાર્યક્રમો કરી શકીએ? 75 પ્રભાત ફેરી કરીએ. અવાજ કેમ આવતો નથી આવું ચાલે? ગામ આખું ભેગું થઈને નક્કી કરે આઝાદીના 75 વર્ષે ગામમાં એક જગ્યા શોધીને ત્યાં 75 ઝાડ વાવીએ.
75 ખેડૂતો નક્કી કરે કે આ વર્ષથી પ્રાકૃતિક ખેતી શરૂ કરશે. એક તસુભર પણ કેમિકલ નાંખીશું નહીં. આ ધરતી આપણી માતા છે એ માતાને ઝેર પીવડાવી પીવડાવીને આપણે દુઃખી કરી રહ્યા છીએ. આ ધરતીમાતાને બચાવવી એ આપણી જવાબદારી છે. યુરિયા ખાતર નાંખીએ તો માતાને પીડા થાય છે. આપણી માતાને પીડામાંથી મુક્ત કરવી જવાબદારી સંતાનની છે. પૈસા પણ બચશે અને ખેતરની પણ રક્ષા થશે.
આપણો મોટા ખર્ચ પાણી પાછળ થાય છે. આપણે બોરીબંધથી પાણી બચાવતા હતા. આપણે નક્કી કરીએ આપણા ગામ આસપાસ બોરીબંધ બાંધીશું અને પાણી રોકીશું. ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં આ સંકલ્પ પુરો કરીશું? કોઈ ખર્ચ નથી. ખાલી ખાતર-સિમેન્ટની થેલીઓ ભેગી કરી માટી ભરીને ગોઠવી દેવાની. પાણી રોકાઈને જમીનમાં જાય એટલે તળ ઉંચા આવશે. આપણે 1 લાખ ખેત તલાવડી બનાવવા અભિયાન કર્યું હતું. ખેતરના એક ખૂણામાં જેટલી જગ્યા હોય એટલી જગ્યામાં ખોદકામ કરીને તલાવડી બનાવીએ.