શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 6 ઑક્ટોબર 2021 (23:02 IST)

પાર્ટી પ્લોટ, કલબ અને કોમર્શિયલ પ્લોટ્સ ના ગરબા ના આયોજનમાં છૂટ આપવા ની માગ સાથે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન

શેરી ગરબા, સોસાયટીઓ અને ફ્લેટસ ને છુટ તો પાર્ટી પ્લોટ માં છૂટ કેમ નહિ તેવો અરજી માં ઉઠાવ્યો મુદ્દો.
 
8 મહાનગર માં કોમર્શિયલ ગરબાના આયોજન પર સરકારે લગાવેલા પ્રતિબંધ ને હાઇકોર્ટમાં પડકાયો
 
અરજદાર આકાશ પટવા અને અન્યોની હાઇકોર્ટમાં રજુઆત, અમે સરકાર લગાવે એ અંકુશ નું પાલન કરવા તૈયાર, પણ ગરબાના આયોજનને છૂટ આપવામાં આવે
 
સોસાયટી અને શેરી માં 400 લોકો ને છૂટ અપાઈ હોવાનો અરજી માં ઉલ્લેખ
 
 
કોરોના વેક્સીન ના ડબલ ડોઝ લેનાર ને જ પાર્ટી પ્લોટ માં પ્રવેશ આપવાની સંચાલકો એ દર્શાવી તૈયારી
 
ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર નો માગ્યો ખુલાસો
 
કોર્ટે નોંધ્યું કે છૂટછાટોનો નાગરિકો કઈ રીતે ઉપયોગ કરે છે એ સર્વવિદિત છે, આપણે હાલ કોરોના ની સ્થિતિ પર કાબૂ મેળવ્યો છે ત્યારે શું સરકાર છૂટછાટ આપવા માંગે છે કે કેમ? તે અંગે સરકાર ખુલાસો કરે
 
8 ઓક્ટોબરના રોજ થશે વધુ સુનાવણી