સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 26 એપ્રિલ 2019 (12:18 IST)

પેપ્સીકો કંપનીએ ગુજરાતના ખેડૂતો પાસે કેસ કરીને એક કરોડના વળતરની કેમ માંગ કરી

મલ્ટિનેશનલ કંપની પેપ્સીકોએ ગુજરાતના ખેડૂતો સામે અમદાવાદની કોમર્શિયલ કોર્ટમાં ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટનો કેસ કરી રૃપિયા એક-એક કરોડના વળતરની માગણી કરી છે. પેપ્સીકોએ આક્ષેપ કર્યો છે કે પેપ્સીકોના નામે રજીસ્ટર્ડ થયેલા બટાકાની વિશિષ્ટ જાતને ઉગાડી આ ખેડૂતો કાયદાનો ભંગ કરી રહ્યા છે. પેપ્સીકોની સબસિડરી બ્રાન્ડ 'લેસ' ચિપ્સના ઉત્પાદનમાં જાણીતું નામ છે. ચિપ્સના ઉત્પાદન માટે પેપ્સીકોએ બટાકાની એફ.સી.-૫ તરીકે ઓળખાતી ખાસ હાઇબ્રીડ જાત ૨૦૦૧માં રજીસ્ટર્ડ કરાવી હતી. આ જાતના બટાકા ખેડૂતો ઉગાડી તેમના આઇ.પી.આર.નો ભંગ કરી રહ્યા હોવાનો કંપનીનો દાવો છે.
અમદાવાદની કોમર્શિયલ કોર્ટમાં પેપ્સીકોએ સાબરકાંઠના ચાર ખેડૂતો સામે આઇ.પી.આર.નો દાવો કર્યો છે. જેમાં એફ.એલ.-૨૦૨૭ અને બજારમાં એફ.સી.-૫ તરીકે ઓળખાતી બટાકાની જાત ઉગાડવાના ખાસ હક તેમની પાસે છે. આ હક પ્રદાન કરતું પ્લાન્ટ વેરાયટી સર્ટિફિકેટ(પી.વી.સી.) પણ તેમની પાસે છે. આ ખેડૂતો ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ(આઇ.પી.આર.)નો ભંગ કરી આ બટાકાની ખેતી કરી રહ્યા છે અને બજારમાં તેને વેચી પણ રહ્યા છે. ખેડૂતો આ બટાકાનું ઉત્પાદન કરી રહ્યા હોવાના પુરાવાઓ પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જેના કારણે તેમની કંપનીને નુકસાન ભોગવવું પડી રહ્યું છે ઉપરાંત તેમની શાખ પર પણ અસર પડી છે.
પેપ્સીકોની કોર્ટ સમક્ષ માગણી હતી કે  પેપ્સીકોની રજૂઆત છે કે જો એફ.સી.-૫ બટાકાના ઉત્પાદન અને વેચાણ પર તાત્કાલિકપણે સ્ટે નહીં ફરમાવાવમાં આવે તો કંપનીને મોટું નુકસાન જશે. ઉપરાંત દરેક ખેડૂત પાસેથી વળતર પેટે રૃપિયા એક કરોડ વસૂલવામાં આવે. પેપ્સીકોની રજૂઆત અંગે કોમર્શિયલ કોર્ટે નોંધ્યું છે કે પ્રથમદર્શનીય રીતે આ કેસ પેપ્સીકોની તરફેણમાં હોવાનું જણાઇ રહ્યું છે. તેથી એફ.સી.-૫ જાતના બટાકાના ઉત્પાદન અને વેચાણ પર ૨૬મી એપ્રિલ સુધી સ્ટે મૂકવામાં આવે છે. આ ઉપરાંત જે ખેડૂતો સામે દાવો કરવામાં આવ્યો છે તેમને પણ ૨૬મીની સુનાવણીમાં જવાબ રજૂ કરવા આદેશ કરવામાં આ વ્યો છે. કંપનીની રજૂઆતને ધ્યાને લઇ કોર્ટે કોર્ટ કમિશનરની નિમણૂક પણ કરી છે. કોર્ટ કમિશનર આ વિવાદનો અભ્યાસ કરી બટાકાના સેમ્પલ શિમલા સ્થિત લેબોરેટરીમાં મોકલશે.