બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 12 ફેબ્રુઆરી 2022 (15:05 IST)

પ્રથમ રાષ્ટ્રીય મતદાર જાગૃતિ સ્પર્ધામાં ભાગ લો અને જીતો રોકડ આકર્ષક ઈનામો

ભારતના ચૂંટણી પંચે રાષ્ટ્રીય મતદાતા દિવસ ૨૦૨૨ના અવસરે સર્જનાત્મક અભિવ્યક્તિ દ્વારા દરેકમતના મહત્વને ભારપૂર્વક સમજાવવા માટે રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ સ્પર્ધા- 'મારો મત મારૂં ભવિષ્ય- એકમતની તાકાત' શરૂ કરેલ છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા સ્વીપ (સિસ્ટમેટિક વોટર એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટિસિપેશન) પ્રોગ્રામ દ્વારા રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ સ્પર્ધા લોકોની પ્રતિભા અને સર્જનાત્મકતાને બહાર લાવવા અને લોકોની સક્રિય ભાગીદારી દ્વારા લોકશાહીને પણ મજબૂત બનાવવા માટેછે. તમામ વય જૂથો માટે સુલભ આ સ્પર્ધાનો ઉદ્દેશ્ય ક્રાઉડસોર્સિંગ દ્વારા લોકશાહીમાં દરેક મતના મહત્વના વિષય પર પસંદ કરેલ ઉમદા વિચારો અને સામગ્રીની ઉજવણી કરવાનો છે.
 
ભારતના ચૂંટણી પંચ દ્વારા જે વિવિધ પાંચ સ્પર્ધાઓ યોજવામાં આવી છે તેમાં (૧)  થીમ (વિષય) : "મારો મત એ મારું ભવિષ્ય છે - એક મતની તાકાત" (ર) રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધામાં પાંચ શ્રેણીઓ છે. જેમાં ક્વિઝ સ્પર્ધા, સ્લોગન સ્પર્ધા, ગીત સ્પર્ધા, વિડિયોબનાવવાની સ્પર્ધા અને પોસ્ટર ડિઝાઇન સ્પર્ધાનો સમાવેશ થાય છે.
તદ્અનુસાર ક્વિઝ સ્પર્ધા દેશમાં ચૂંટણી પ્રક્રિયા અંગે સહભાગીઓની જાગરૂકતા અને જિજ્ઞાસાને જગાડવા માટે છે. સ્પર્ધાના ૩ સ્તરો (સરળ, મધ્યમ અને મુશ્કેલ) હશે. સ્પર્ધાના ત્રણેય સ્તરો પૂર્ણ થયા પછી તમામ ભાગ લેનારાઓને ઈ-પ્રમાણપત્ર મળશે. બીજી સૂત્ર સ્પર્ધા આ સ્પર્ધામાં ભાગ લો અને અન્ય લોકોને પ્રેરણા આપવા ઉપરોક્ત થીમ (વિષય) પર તમારા શબ્દોને આકર્ષક સ્લોગનમાં વણી લો.
 
ત્રીજી ગીત સ્પર્ધા : આ ગીત સ્પર્ધાનો ઉદ્દેશ્ય પ્રતિભાનો ઉપયોગ કરવાનો છે. જે ક્લાસિકલ, કન્ટેમ્પરરી, રેપ, વગેરે સહિત કોઈપણ ગીતના સ્વરૂપ દ્વારા કલાત્મક અને સર્જનાત્મક રીતે રજૂ કરવાનો રહેશે. સહભાગીઓ ઉપરોક્ત થીમ (વિષય) પર સ્વ-રચિત રચનાઓ બનાવી અને શેર કરી શકે છે. કલાકારો અને ગાયકો તેમની પસંદગીના કોઈપણ સંગીતનાં સાધનનો ઉપયોગ કરી શકે છે. ગીતનો સમયગાળો ૩ મિનિટથી વધુ ન હોવો જોઈએ.
 
ચોથી સ્પર્ધા : વિડીયો મેકિંગ સ્પર્ધા :: આમાં વિડીયો મેકિંગ કોન્ટેસ્ટ તમામ કેમેરા પ્રેમીઓને ભારતીય ચૂંટણીઓની વિવિધતા અને ઉત્સવની ઉજવણી કરતા વિડીયો બનાવવાની તક પૂરી પાડે છે. સ્પર્ધાની મુખ્ય થીમ (વિષય) સિવાય, નીચેની થીમ્સ પણ સહભાગીઓ અજમાવી શકે જેમ કે માહિતી સભર અને નૈતિક મતદાનનું મહત્વ (પ્રલોભન મુક્ત મતદાન) અને મતની શક્તિ, મહિલાઓ, વિકલાંગ વ્યક્તિઓ, વરિષ્ઠ નાગરિકો, યુવાન અને પ્રથમ વખતના મતદારો માટે મતદાનનું મહત્વ દર્શાવતા વિડિયો સહભાગીઓએ ઉપરોક્ત થીમ્સમાંથી કોઈપણ એક પર વિડિયો બનાવવાનો રહેશે જે વિડિયો માત્ર એક-મિનિટનો રહેશે. જયારે વિડિયો, ગીત અને સ્લોગન સ્પર્ધા માટેની એન્ટ્રી ભારતીય બંધારણની આઠમી અનુસૂચિમાં દર્શાવેલ કોઈપણ અધિકૃત ભાષામાં રજૂ કરી શકાશે
 
પાંચમી સ્પર્ધા  પોસ્ટર ડિઝાઇન સ્પર્ધા : આ સ્પર્ધા કલા અને ડિઝાઈનના ઉત્સાહીઓ માટે છે જેઓ સ્પર્ધાની થીમ (વિષય) પર વિચાર-પ્રેરક પોસ્ટરો બનાવશે. સહભાગીઓ થીમ પર ડિજિટલ પોસ્ટર, સ્કેચ અથવા જાતે દોરેલા પોસ્ટર રજૂ કરી શકે છે.
 
આ સ્પર્ધા માટે વિવિધ શ્રેણીઓ રાખવામાં આવી છે જેમાં - 
સંસ્થાકીય કેટેગરીનો અર્થ એ છે શૈક્ષણિક સંસ્થાઓ/સંસ્થાઓ જેમ કે શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, કેન્દ્ર અથવા રાજ્ય સરકારના કાયદા હેઠળ નોંધાયેલ સંસ્થાઓ.
 
વ્યવસાયિક કેટેગરીનો અર્થ એવી વ્યક્તિ છે કે જેની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત વિડિયો મેકિંગ/ પોસ્ટર ડિઝાઇનિંગ/ ગાયન અથવા એવા કોઈપણ સ્વરૂપમાં કામ કરે છે જ્યાં આવકનો મુખ્ય સ્ત્રોત વિડિયો મેકિંગ/પોસ્ટર મેકિંગ/ગાયન દ્વારા હોય તેને 'વ્યવસાયિક' ગણવામાં આવશે. જો કૃતિ પસંદ કરવામાં આવે, તો સહભાગીએ “વ્યાવસાયિક” શ્રેણી હોવા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે.
 
એમેચ્યોર (કલાપ્રેમી) કેટેગરીનો અર્થ એવો થાય છે કે શોખથી કે સર્જનાત્મક સ્વભાવથી વિડિયો/ પોસ્ટર ડિઝાઇનિંગ/ ગાયન કરતાં હોય પરંતુ તેણી/તેના મુખ્ય આવકનો સ્ત્રોત અન્ય કોઈ માધ્યમથી હોવો જોઈએ.
 આ સ્પર્ધા માટેના પુરસ્કારો અને માન્યતાઓ આ મુજબ છે. 
      
ગીત સ્પર્ધા, વિડિયો બનાવવાની સ્પર્ધા અને પોસ્ટર ડિઝાઇન સ્પર્ધાને ત્રણ શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવી છે: સંસ્થાકીય, વ્યવસાયિક અને કલાપ્રેમી. દરેક શ્રેણીમાં ટોચના ત્રણ વિજેતાઓને આકર્ષક રોકડ ઈનામો આપવામાં આવશે. વધુમાં, દરેક કેટેગરીમાં વિશેષ ઉલ્લેખ શ્રેણી હેઠળ રોકડ ઈનામો હશે. સંસ્થાકીય શ્રેણીમાં ૪ વિશેષ ઉલ્લેખો હશે જ્યારે વ્યવસાયિક અને એમેચ્યોર (કલાપ્રેમી) શ્રેણીમાં પ્રત્યેકમાં ૩ વિશેષ ઉલ્લેખો હશે. આ વિવિધ સ્પર્ધાઓ માટે વિવિધ શ્રેણીઓમાં આપવામાં આવનાર ઇનામનીવિગતો નીચે મુજ બછે. 
 
A- ગીત સ્પર્ધા શ્રેણીમાં સંસ્થાકીય માટે પ્રથમ ઇનામ રૂા. ૧,૦૦,૦૦૦- બીજું ઇનામ રૂા. ૫૦,૦૦૦/-, ત્રીજું ઇનામ 
રૂા. ૩૦,૦૦૦/- અને ખાસ ઉલ્લેખ ઇનામ રૂા. ૧૫,૦૦૦/-, વ્યવસાયિક માટે પ્રથમ ઇનામ રૂા. ૫૦,૦૦૦/- બીજું ઇનામ 
રૂા. ૩૦,૦૦૦/- ત્રીજું ઇનામ રૂા. ૨૦,૦૦૦/- અને ખાસ ઉલ્લેખ ઇનામ રૂા. ૧૦,૦૦૦/- જયારે કલાપ્રેમી પ્રથમ ઇનામ 
રૂા. ૨૦,૦૦૦- બીજું ઇનામ રૂા. ૧૦,૦૦૦/-, ત્રીજું ઇનામ રૂા. ૭,૫૦૦/- અને ખાસ ઉલ્લેખ ઇનામ રૂા. ૩,૦૦૦/- આપવામાં આવનાર છે. 
 
 
B- વિડિયો મેકિંગ કોન્ટેસ્ટ શ્રેણીમાં સંસ્થાકીય માટે પ્રથમ ઇનામ રૂા. ૨,૦૦,૦૦૦- બીજું ઇનામ રૂા. ૧,૦૦,૦૦૦/-, ત્રીજું ઇનામ રૂા. ૭૫,૦૦૦/- અને ખાસ ઉલ્લેખ ઇનામ રૂા. ૩૦,૦૦૦/-, વ્યવસાયિક માટે પ્રથમ ઇનામ રૂા. ૫૦,૦૦૦/- 
 
બીજું ઇનામ રૂા. ૩૦,૦૦૦/-, ત્રીજું ઇનામ રૂા. ૨૦,૦૦૦/- અને ખાસ ઉલ્લેખ ઇનામ રૂા. ૧૦,૦૦૦/- જયારે કલાપ્રેમી પ્રથમ ઇનામ રૂા. ૩૦,૦૦૦- બીજું ઇનામ રૂા. ૨૦,૦૦૦/-, ત્રીજું ઇનામ રૂા. ૧૦,૦૦૦/- અને ખાસ ઉલ્લેખ ઇનામ રૂા. ૫,૦૦૦/- આપવામાં આવનાર છે. 
 
C-પોસ્ટર ડિઝાઇન શ્રેણીમાં સંસ્થાકીય માટે પ્રથમ ઇનામ રૂા. ૫૦,૦૦૦- બીજું ઇનામ રૂા. ૩૦,૦૦૦/-, ત્રીજું ઇનામ રૂા. ૨૦,૦૦૦/- અને ખાસ ઉલ્લેખ ઇનામ રૂા. ૧૦,૦૦૦/-, વ્યવસાયિક માટે પ્રથમ ઇનામ રૂા. ૩૦,૦૦૦/- 
બીજું ઇનામ રૂા. ૨૦,૦૦૦/-, ત્રીજું ઇનામ રૂા. ૧૦,૦૦૦/- અને ખાસ ઉલ્લેખ ઇનામ રૂા. ૫,૦૦૦/- જયારે કલાપ્રેમી પ્રથમ ઇનામ રૂા. ૨૦,૦૦૦- બીજું ઇનામ રૂા. ૧૦,૦૦૦/-, ત્રીજું ઇનામ રૂા. ૭,૫૦૦/- અને ખાસ ઉલ્લેખ ઇનામ રૂા. ૩,૦૦૦/- આપવામાં આવનાર છે. 
 
D - સૂત્ર સ્પર્ધામાં પ્રથમ પુરસ્કાર રૂા. ૨૦,૦૦૦/- બીજું ઇનામ રૂા. ૧૦,૦૦૦/- ત્રીજું ઇનામ-રૂા. ૭,૫૦૦/- અને પચાસ સહભાગીઓને રૂા. ૨,૦૦૦/-નો વિશેષ ઉલ્લેખ પુરસ્કાર આપવામાં આવેશ. 
 
E - ક્વિઝ સ્પર્ધામાં વિજેતાઓને આકર્ષક ઇસીઆઇ (ECI) મર્ચેન્ડાઇઝ અને બેજ મળશે. સ્પર્ધાના ત્રણેય સ્તરો પૂર્ણ થયા પછી તમામ પ્રતિભાગીઓને ઈ-પ્રમાણપત્ર પ્રાપ્ત થશે.
 
આ તમામ સ્પર્ધાઓની અલગ-અલગ કેટેગરીની એન્ટ્રીઓનો નિર્ણય ભારતના ચૂંટણી પંચ દ્વારા રચવામાં આવેલી જ્યુરી દ્વારાકરવામાં આવશે. પુન: મુલ્યાંકનના દાવાઓ સંબંધિત કોઈ વિનંતીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહી.
 
આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા સ્પર્ધકે/પ્રતિભાગીએ સ્પર્ધાની વેબસાઈટ https://ecisveep.nic.in/contest/પર ઉપલબધ વિગતવાર માર્ગદર્શિકા અને શરતોનું પાલન કરવાનું રહેશે. સહભાગીએ વિગતો સાથે એન્ટ્રીઓ Contest@eci.gov.in પર ઈમેઈલ કરવાની રહેશે. જે સહભાગી અરજી કરી રહ્યા છે તેણે <સ્પર્ધા> અને <શ્રેણી>ના નામનો ઈ-મેલના વિષયમાં સ્પષ્ટપણે ઉલ્લેખિત કરવાનો રહેશે. ક્વિઝ સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રતિભાગીએ સ્પર્ધાની વેબસાઈટ પર નોંધણી કરાવવાની રહેશે.
 
તમામ એન્ટ્રીઓ તા. ૧૫/૩/૨૦૨૨ સુધીમાં સહભાગીઓની વિગતો સાથે ઈમેલ ID: voter-contest@eci-gov.in પર સબમિટ કરવાની રહેશે. તેમ આણંદના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ એક યાદી દ્વારા જણાવ્યંv છે.