સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 28 સપ્ટેમ્બર 2021 (15:25 IST)

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ પર હાઈકોર્ટે આપ્યો ચુકાદો

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડને લઈને થયેલી અરજી પર હાઈકોર્ટે આજે ચુકાદો આપ્યો હતો. શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડની તપાસનો અહેવાલ સરકારને સોંપવા પર લાગેલા મનાઇહુકમને રદ્દ કરવાની માંગ સાથે સરકારે કરેલી અરજી હાઇકોર્ટની ખંડપીઠે મંજુર રાખી.  જસ્ટિસ ડી.કે મહેતા તપાસ પંચ પોતાનો અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરી શકશે, કમિશને રાજકોટ હોસ્પિટલનો 205 પાનાનો રીપોર્ટ અને અમદાવાદની શ્રેય હોસ્પિટલનો 232 પાનાનો રીપોર્ટ રજુ કર્યો છે.
 
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગી ત્યારે એ બહાર જાય નહીં એવી અવ્યવસ્થા હતી. બારીઓ સ્ક્રૂ મારીને બંધ કરી દેવામાં આવી હતી, જેથી આગ હોસ્પિટલની અંદર જ રહી હતી. આઇ.સી.યુ.માં સ્મોક-ડિટેક્ટર હતા નહિ, ફાયર એલાર્મ હતા નહિ, ઓટોમેટિક સ્પ્રિંકલર સિસ્ટમ પણ આપવામાં આવી ન હતી, જેથી આ આગ લાગવા પાછળ તપાસ પંચે હોસ્પિટલના મેનેજમેન્ટ અને ભરત મહંતને જવાબદાર ઠેરવ્યા છે. શ્રેય હોસ્પિટલમાં 15 વર્ષ જૂની પેશન્ટ મોનિટરિંગ સિસ્ટમ હતી, જેને કારણે આગ લાગી હતી. આ સિસ્ટમ દર પાંચ વર્ષે એક્સપાયર થાય છે, જેથી એક્સપાયરીની અંતિમ તારીખ કરતાં પણ 10 વર્ષ જૂની સિસ્ટમને કારણે આગ લાગી હતી.