પી એમ મોદી ગુજરાતની મુલાકાતે, મહેસાણાને આપશે 5941 કરોડના વિકાસકાર્યોની મોટી ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. 30મી તારીખે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંબાજી આવવાના છે. મા જગતજનની અંબાના દર્શન કરવાના છે. જેને લઈને અંબાજી નજીક ચિખલા ખાતે ચાર હેલીપેડ બનાવવામાં આવ્યા છે. આજે બનાસકાંઠા જિલ્લા કલેકટર બનાસકાંઠા, જિલ્લા પોલીસવડા સહિત વહીવટી તંત્ર હેલીપેડનું નિરીક્ષણ કર્યું હતું. ત્યાર બાદ અંબાજી મંદિરમાં ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દેશના વડાપ્રધાન મોદીના આગમનને લઈને બેઠક યોજાઇ હતી.
મહેસાણા અને અમદાવાદમાં રેલવે વિભાગના બે પ્રકલ્પો લોકાર્પણ માટે તૈયાર છે. મહેસાણામાં ન્યૂ ભાંડુથી ન્યૂ સાણંદ સુધીનો વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર સેક્શન, 77 કિમી બીજી ઇલેક્ટ્રિફાઇડ ડબલ લાઇન અને સાથે 24 કિલોમીટર લાંબી કનેક્ટિંગ લાઇન્સનું લોકાર્પણ કરવામાં આવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30મી તારીખે સવારે માતાજીના દર્શન કરશે. ત્યાર બાદ ખેરાલુ ખાતે જશે. જ્યાં કરોડો રૂપિયાની પરિયોજનાઓનુ લોકાર્પણ કરશે. નરેન્દ્ર મોદીના આગમનને લઈને યાત્રાધામ અંબાજીમાં તૈયારીઓનો દોર શરૂ કરી દેવાયો છે. અધિકારીઓની બેઠકો અને તડામાર તૈયારીઓને લઈને યાત્રાધામ અંબાજીમાં હલન ચલન વધી ગઈ છે. અંબાજીના ચીખલા ખાતે ચાર હેલીપેડ બનાવવામાં આવ્યા છે. પ્રથમવાર અંબાજીમાં આવેલા ચિખલા ખાતે હેલીપેડ બનાવવામાં આવ્યા છે. જ્યાં વડાપ્રધાનનું હેલિકોપ્ટર ઉતરી શકે છે.
આવનાર 30મી તારીખે નરેન્દ્ર મોદી શક્તિપીઠ અંબાજી મા માતાજીના દર્શન કરવા આવવાના છે. જેને લઈને બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 2000થી વધુ પોલીસ જવાનો ત્રણ લેયરમાં તમામ ગતિવિધિઓ પર નજર રાખશે. મોદીના આગમનને લઈને સુરક્ષાની પણ ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. તો અંબાજી મંદિરમાં પણ અનેકો વ્યવસ્થાઓ ગોઠવામાં આવી રહી છે. અંબાજીની તમામ હોટલો અને પહાડી વિસ્તારો સહિત માર્ગો પર LCB, SOG અને પોલીસ જવાનો દ્વારા સુરક્ષાની ચકાસણી શરૂ કરી દેવાઇ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને સુરક્ષાની દ્રષ્ટિએ બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે.