ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 8 જૂન 2022 (14:41 IST)

સુરતમાં ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માના જૂતાના નિશાન સાથેના ફોટો રસ્તા પર લગાવાયા

nupur sharma
જ્ઞાનવાપી મસ્જિદને લઈને ચાલી રહેલી ટીવી શોમાં ભાજપની પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માએ આપેલા નિવેદનથી વિવાદ ઊભો થયો હતો. જે વિવાદ હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે. સુરતના જીલાણી બ્રિજ ઉપર નૂપુર શર્માની ધરપકડ કરવાની માગ સાથે ફોટોવાળા પેમ્ફલેટ લગાડવામાં આવ્યા છે. જેને લઇને શહેરભરમાં ચર્ચા શરૂ થઈ છે.
nupur sharma

જીલાણી બ્રિજ ઉપર જ કેમ આ પ્રકારના કાગળ લગાડવામાં આવ્યા છે.તથા કોણે અને ક્યારે લગાવ્યા તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે.નૂપુર શર્માને લઈને સમગ્ર દેશભરમાં અનેક પ્રતિક્રિયાઓ આવી રહી છે. ઘણાનુ આ નિવેદનને વખોડી રહ્યા છે. તો ઘણા લોકો તેની તરફેણમાં તેની પડખે ઊભા છે. એક ચોક્કસ વર્ગની લાગણી દુઃભાઈ હોવાને લઈને આ વિવાદ વધુ વકર્યો છે. ત્યારે જીલાણી બ્રિજ ઉપર નૂપુર શર્માના પેમ્ફલેટ લગાડી રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.

પેમ્ફલેટ ઉપર નૂપુર શર્માને અરેસ્ટ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જીલાણી બ્રિજ પરથી પસાર થતાં વાહનચાલકોની નજર તેના પર પડતાં આ કોણે લગાડ્યા છે. તેને લઈને ચર્ચા જોરશોરથી થઇ રહી છે.નૂપુર શર્માએ આપેલા નિવેદન બાદ તેને ભારતીય જનતા પાર્ટીએ સભ્ય પદેથી દૂર કરી છે. નૂપુર શર્માએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતે આપેલા નિવેદનથી કોઈની લાગણી દુઃભાઇ હોય તો માફી માંગી છે. છતાં પણ આ વિવાદ હજી શમ્યો નથી. સુરતના જીલાણી બ્રિજ ઉપર નૂપુર શર્માના પેમ્ફલેટ રસ્તા ઉપર લગાવવામાં આવતા સ્થાનિક પોલીસ સહિત આઈબીની ટીમએ તપાસ શરૂ કરી છે.