તબ્લિક જમાતના કાર્યક્રમમાંથી આવેલા લોકોને કેમ પ્રવેશ આપ્યો? : ગુજરાત હાઈકોર્ટ
કોરોના વાઈરસને લઇને ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો કરવામાં આવ્યો છે. હઝરત નિઝામુદ્દીનમાં તબ્લિક જમાત મામલે ગુજરાત હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરતા રાજ્ય સરકારને કેટલાક વેધક સવાલ કરવામાં આવ્યા છે. તબ્લિક જમાતના કાર્યક્રમમાંથી કેટલા લોકો ગુજરાતમાં આવ્યા હોવા અંગે સરકારને ખુલાસો કરવા હાઈકોર્ટે જણાવ્યું છે. હાઇકોર્ટે નિર્દેશ કરતા જણાવ્યું છેકે, વિવિધ માધ્યમોમાં તબ્લિક જમાતમા જઇને આવેલા 200 લોકો ગુજરાતમાં પ્રવેશ્યા છે, પરંતુ વાસ્તવિક્તામાં કેટલા લોકો રાજ્યમાં આવ્યા છે તે અંગે રાજ્ય સરકાર દ્વારા ખુલાસો કરવામાં આવે. આવા લોકોનું ગુજરાતમાં સ્ક્રિનિંગ કેમ કરવામાં ન આવ્યું, કેમ પ્રવેશ આપવામાં આવ્યો, ધાર્મિક સ્થળો પર જમાવડો નહીં થાય તેવી ખાતરી પછી પણ જમાવડો કેમ થયો, ધાર્મિક સ્થળો પર જમાવડો બંધ કરવા માટે સરકાર શું પગલા લઇ રહી છે? જે પણ ધાર્મિક જમાવડા થતા હોય તો તેને તાત્કાલિક બંધ કરાવવા સરકારને નિર્દેશ આપવામાં આવ્યા છે.