નિત્યાનંદનું લોકેશન ટ્રેસ કરવા માટે હવે ઈન્ટરપોલની મદદ માટે સંપર્ક કરાયો
નિત્યાનંદ આશ્રમ કેસમાં કેન્દ્રીય ગૃહ વિભાગ, વિદેશ મંત્રાલય બાદ હવે ઈન્ટરપોલ આવ્યું છે. સગીર યુવતી નિત્યનંદિતાનું લોકેશન ટ્રેસ કરવા માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસે CID ક્રાઇમની મદદથી ઇન્ટરપોલનો સંપર્ક કર્યો છે. નિત્યનંદિતા 5મી નવેમ્બરે સોનાલી ચેક પોસ્ટથી નેપાળમાં પ્રવેશી હોવાનું કહેવાઈ રહ્યું છે. ત્યાર નિત્ય નંદિતા નેપાળમાં છે કે અન્ય કોઈ દેશમાં તે ઇન્ટરપોલની મદદથી જાણી શકાશે. અમદાવાદમાં નિત્યાનંદ આશ્રમમાંથી યુવતી ગુમ થવાના મામલામાં નિત્યનંદિતાનું લોકેશન ટ્રેસ કરવા આખરે ઇન્ટરપોલની મદદ લેવાઈ છે. ગુજરાત પોલીસે આ કેસમાં ઈન્ટરપોલનો સંપર્ક કર્યો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે CID ક્રાઇમની મદદથી ઇન્ટરપોલનો સંપર્ક કર્યો છે. નિત્યનંદિતા 5મી નવેમ્બરે સોનાલી ચેક પોસ્ટથી નેપાળમાં પ્રવેશી હોવાનું અને નેપાળ થઈને અન્ય કોઈ દેશમાં ગઈ હોવાની શક્યતા હાલ વર્તાઈ રહી છે. તેથી નિત્યનંદિતા નેપાળમાં છે કે અન્ય કોઈ દેશમાં તે ઇન્ટરપોલની મદદથી જાણી શકાશે.કેસની શરૂઆતથી જ બંને યુવતીઓ વિદેશમાં હોવાની ચર્ચા ઉઠી હતી. તો તાજેતરમાં જ ગુજરાત પોલીસે પણ કહ્યું હતું કે, નિત્યાનંદ પણ વિદેશમાં છે. તે દેશ છોડીને ભાગી ગયો હોવાનું કહેવાઈ રહ્યું છે. આ કેસમાં જે ઈન્ટરપોલ વચ્ચે આવશે તો લપંટ ગુરુ અને તેની બે શિષ્યા બનેલી લોપામુદ્રા અને નિત્યનંદિતાનું લોકેશન ટ્રેસ કરી શકાશે.