ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 27 સપ્ટેમ્બર 2021 (13:00 IST)

નીમાબેન આચાર્ય ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ, જાણો ઉપાધ્યક્ષ તરીકે કોણ રહેશે

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે ધારાસભ્ય નિમાબેન આચાર્ય તથા ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઈ આહિરે ઉમેદવારી પત્ર ભર્યું છે. આ બંનેનું ઉમેદવારી પત્ર વિધાનસભા ખાતે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને શાસક પક્ષના દંડક પંકજ દેસાઈએ સચિવ ડી.એમ.પટેલને રજૂ કર્યુ હતું.ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે ડૉ. નીમાબેન આચાર્યની પસંદગી 
 
ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે ડૉ. નીમાબેન આચાર્યની વરણી થઇ છે,  ગુજરાત વિભાનસભાની પદ પરથી પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના રાજીનામા બાદ આ પદ ખાલી પડ્યું હતું જે બાદ હવે નીમાબેન આચાર્યને આ પદની જવાબદારી સોંપવામાં આવી છે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી આગામી 27 અને 28 સપ્ટેમ્બરે યોજાનાર વિધાનસભા સત્ર દરમિયાન થવાની છે. અધ્યક્ષ પદ માટે નીમાબેન આચાર્ય અને ઉપાધ્યક્ષ માટે જેઠાભાઇ ભરવાડનું ફોર્મ ભરવામાં આવ્યું છે, જે સચિવે માન્ય રાખ્યા છે. અધ્યક્ષ તરીકેના ફોર્મને વિપક્ષના નેતાએ સમર્થન આપ્યું છે.
 
નવા મંત્રીમંડળમાં વિધાનસભાના અધ્યક્ષ ડો.રાજેન્દ્ર ત્રિવેદીનો સમાવેશ કરવામાં આવતા હાલ ગુજરાત વિધાનસભાનું સ્પીકર પદ ખાલી પડ્યું છે. જેને પગલે હવે સ્પીકરની ચૂંટણી યોજાશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી યોજાય એ પહેલા જ વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષપદેથી ડો.નીમાબેન આચાર્યએ રાજીનામું આપી દીધું હતું. જો નીમાબેન કાર્યકારી અધ્યક્ષપદે હોય તો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષપદની ચૂંટણી ન લડી શકે માટે તેમણે રાજીનામું આપ્યું હતું.
 
અગાઉ ભૂજનાં ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્યને મંત્રીમંડળમાં સમાવીને કેબિનેટ કક્ષાનાં મંત્રી બનાવાશે એવી વાતો ચાલી હતી પણ હવે ડો. નિમાબેન આચાર્યને વિધાનસભાનાં અધ્યક્ષ બનાવાશે.