સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 1 નવેમ્બર 2019 (11:55 IST)

દિવાળી પૂરી થતાં વસૂલાત સામે આક્રોશ: મહિને 50,000માંથી 34,000 મેમા હેલમેટના!

દિપાવલી પર્વમાળા પૂર્ણ થતાં જ તા. ૧ નવેમ્બરથી ટ્રાફિક પોલીસ હેલમેટ અને PUCનો ૫૦૦ દંડ વસૂલશે. ગુજરાત સરકારે હેલમેટ ખરીદવા અને PUC સેન્ટરો પૂરતા પ્રમાણમાં ખોલી શકાય તેમજ તમામ વાહનચાલકો PUC સર્ટિફિકેટ મેળવી લે તે માટે સવા મહીનાનો સમય આપ્યો હતો. આ સમયગાળો પૂરો થતાં જ આજથી નવા નિયમ મુજબની દંડ વસૂલાત કરવામાં આવશે. 

લોકોમાં એવો રોષ છે કે, દિવાળીના તહેવારો પૂરા થતાં જ નવા ગુજરાતી વર્ષથી આકરી વસૂલાત શરૂ કરવામાં આવી રહી છે. લોકોને નામપૂરતો સમય આપવામાં આવ્યો અને તહેવાર પૂરા થયાં તે સાથે જ દંડવધારાનો કોરડો ફટકારવામાં આવ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં અમદાવાદ શહેર પોલીસે અંદાજે ૫૦,૦૦૦ વાહનચાલકો પાસેથી અલગ-અલગ નિયમભંગ બદલ દંડ વસૂલ્યો તેમાં ૩૪૦૦૦ તો હેલમેટ પહેર્યા વગરના ટુ વ્હીલરચાલકો હતાં. નવા દંડની અમલવારી ૧૬ સપ્ટેમ્બરથી કરવાની હતી. હેલમેટ અને PUC ન હોય તો ૧૦૦૦નો દંડ સામે આક્રોશ હતો. 

ગુજરાત સરકારે હેલમેટ અને PUCના દંડમાં રાહત આપી ૧૦૦૦થી ઘટાડીને ૫૦૦ કરી આપ્યાં છે. તા. ગુજરાત સરકારે ૨૦ સપ્ટેમ્બરથી સવા મહીનાનો સમય આપ્યો હતો. હેલમેટ અને PUC મેળવવા માટે અપાયેલો સવા મહિનાનો સમયગાળો પૂરો થતાં ૧ નવેમ્બરથી અમદાવાદ સહિત રાજ્યભરમાં ટ્રાફિક પોલીસ નવા દંડની અમલવારી કરશે. બીજી તરફ, દિવાળીની રજાઓ પૂરી થવા તરફ છે અને લોકો માંડ હળવાશ અનુભવી રહ્યાં છે. હેલમેટ, PUCના ધરખમ દંડની અમલવારીથી લોકોમાં આક્રોશ પ્રવર્તે છે.