વિચિત્ર કિસ્સો: 6 વર્ષના બાળકના નાકમાં 5 મહિનાથી ફસાયેલો બેટરીનો સેલ ડોક્ટરોએ નિકાળ્યો
તાજેતરમાં વિદ્યાનગર મેન રોડ રાજકોટ સ્થિત ડો ઠક્કર હોસ્પિટમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો. રાજકોટ નિવાસી આર્યન હિતેશભાઇ ચૌહાન (6)નાઅ નાકમાં 5 મહિનાથી બેટરીનો સેલ ફસાયેલો હતો. બાળકના પિતાના અનુસાર ગત 5 મહિનાથી આર્યન નાકમાં દર્દની સમસ્યાથી પરેશાન હતો. વારંવાર દવાઓ લેવા છતાં કોઇ અસર થતી ન હતી. એટલા માટે પરિવાર તેને ડો ઠક્કરની હોસ્પિટલમાં લઇ ગયા હતા.
હોસ્પિટલમાં તેના નાકનો એક્સ-રે કાઢવામાં આવ્યો તો જાણવા મળ્યું કે તેના નાકમાં કોઇ મેટલની વસ્તુ ફસાયેલી છે. એટલા માટે ડોક્ટરોએ કોઇપણ પ્રકારનું મોડું કર્યા વિના તાત્કાલિક દૂરબીન ઓપરેશન કરી નાકમાં ફસાયેલી બેટરી સેલને ગણતરીની મિનિટોમાં નિકાળી દીધો હતો.
પિતા હિતેશભાએ જણાવ્યું હતું કે લગભગ 5 મહિનાથી આર્યન રમતાં રમતાં પોતાના નાકમાં બેટરીનો સેલ ફસાઇ ગયો હતો. તે સમયે તકલીફ ન હોવાના લીધે બધા વિચારતા હતા કે સેલ નિકળી ગયો હશે. ત્યારબાદ થોડા દિવસ પછી આર્યનને તકલીફ થઇ, યારે પરિવાર સેલ નાકમાં ફસાયેલો હોવાની વાત ભૂલી ચૂક્યો હતો.