ગુજરાતના રાજ્યપાલ તરીકે હિમાચલ પ્રદેશના ગવર્નરની નિયુક્તિ
હિમાચલ પ્રદેશના ગવર્નર આચાર્ય દેવવ્રત ગુજરાતના રાજ્યપાલ તરીકે પસંદગી કરવામાં આવી છે. ગુજરાતના રાજ્યપાલ તરીકે ઓપી કોહલીનો કાયકાળ પૂરો થતા રાષ્ટ્રપતિ ભવનથી રામનાથ કોવિંદે હિમાચલ પ્રદેશના ગવર્નર આચાર્ય દેવવ્રત હેવ ગુજરાતના રાજ્યપાલ નિયુક્ત કર્યા છે.
18 જાન્યુઆરી 1959ના રોજ આચાર્ય દેવવ્રત જન્મ થયો હતો. આચાર્ય દેવવ્રત હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બન્યા તે પહેલા તેઓ કુરૂક્ષેત્રના ગુરૂકુળમાં એક આચાર્ય હતા. સંસ્થાનું સંચાલન આર્ય પ્રતિનિધિ સભા, રોહતક દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેઓ 1981થી ગુરૂકુળમાં આચાર્ય તરીકે ફરજ પર હતા.
આચાર્ય દેવવ્રતને પંજાબ યુનિવર્સિટીમાંથી 1984માં હિન્દીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યુ છે. વાતાવરણને પ્રદૂષણ મુક્ત કરવાના અભિયાનમાં તેમણે યોગદાન આપ્યું છે. આચાર્ય દેવવ્રત બેટી બચાવો બેટી પઢાઓ અને મહિલા ભૃણ હત્યા સામેના કેમ્પેન સાથે નિકટતાથી જોડાયેલા રહ્યા છે.