ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 21 એપ્રિલ 2018 (14:18 IST)

રાજકોટમાં આંબેડકરની પ્રતિમા માટે દલિતોનો આક્રોશ, તોફાનો

રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં રાજનગર ચોક અને ૧૫૦ ફૂટના રોડ પર આસ્થા ચોકમાં સપ્તાહપૂર્વે તંત્રની પરવાનગી વિના મૂકી દેવાયેલી ડો. આંબેડકરની બે પ્રતિમાને મહાનગર પાલિકાના સ્ટાફે મોડી રાતે સન્માન સાથે હટાવી લેતાં દલિતોના ટોળાએ દંગલ મચાવ્યુ હતું. મ્યુનિ. કમિશનર પાનીએ જે બે સ્થળેથી પ્રતિમા હટાવી લેવામાં આવી છે એ પૈકી આગેવાનો સમાજ સાથે નક્કી કરીને કહેશે એ એક સર્કલ પર પૂરા આદર સત્કાર સાથે પ્રતિમાનું પુન: સ્થાપન કરવાની ખાતરી આપી હતી.  

આ અગાઉ દલિત સમાજના આશરે ૨ હજારથી વધુના ટોળાએ બન્ને પ્રતિમા મૂળ સ્થાને મૂકવાની માગણી સાથે ચક્કાજામ કર્યો હતો.  ૧૫૦ ફૂટના રોડ અને કાલાવડ રોડ પર ટોળાએ ટાયરો સળગાવી કેટલાક વાહનોને નિશાન બનાવી કાચ ફોડી નાખતા સ્થિત સ્ફોટક બની ગઇ હતી.    સ્થિતિ કાબૂ બહાર જાય એ પહેલાં મ્યુનિ. કમિશનર અને દલિત સમાજના આગેવાનો વચ્ચે બપોરે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કમિશનરે પાંચ દિવસ પછી બે પૈકી એક સર્કલ પર ડો. આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરવાની ખાતરી આપતા વિવાદનો અંત આવ્યો હતો.