કોંગ્રેસના ધારાસભ્યો સસ્પેન્સનને કોર્ટમાં પડકારશે
કોંગ્રેસના બે ધારાસભ્યોને બુધવારે ત્રણ વર્ષ અને 1 સભ્યને 1 વર્ષ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પણ ગુજરાત વિધાનસભાના નિયમોમાં આવા ગલાની કોઈ જોગવાઈ નથી. રુલ-બુક મુજબ તોફાની સભ્યને વધુમાં વધુ એક સત્ર સુધી સસ્પેન્ડ કરી શકાય છે. કુલ 51 મુજબ સ્પીકરને તેના મત મુજબ ઘોર ગેરવર્તણુંક કરતો હોવાનું લાગે તો ગૃહમાંથી જતા રહેવા આદેશ આપી શકે છે. નિયમ કહે છે કે સંબંધીત સભ્ય તત્કાળ ગૃહ છોડી જતા રહેશે અને એ દિવસની બેઠકમાં પોતાને ગેરહાજર કરશે. રુલ પર (1) કહે છે કે સ્પીકરને જરૂરી લાગે તો તે પીઠાધીશની સતા તરફ અપમાન બતાવે અથવા સતત,
જાણી જોઈ ગૃહના અન્ય તો નિયમોનો દુરુપયોગ કરી ગૃહનું કામકાજ ખોરવી નાખે તો અધ્યક્ષ એ ધારાસભ્યનું નામ જાહેર કરશે. નિયમ પર (2) મુજબ સ્પીકર દ્વારા નામ આપવામાં આવેલા સભ્યને ગૃહની સેવામાંથી સત્રના બાકીની દિવસોથી વધુ નહીં એટલા દિવસો માટે સસ્પેન્ડ કરવા દરખાસ્ત કરશે. ઉપરોક્ત નિયમો હેઠળની જોગવાઈ જોતા સંબંધીત ધારાસભ્યો અદાલતમાં જવા વિચારી રહ્યા છે. એમાના એક રાજુલાના ધારાસભ્ય અમરીષ ડેરે જણાવ્યું હતું કે લાંબા સમય સુધી તેમને સસ્પેન્ડ કેમ કરવામાં આવ્યા એ બાબતે સતાવાર નોટીફીકેશનથી રહ્યા છે. અમે સતાવાર નોટીફીકેશનની વાટ જોઈ રહ્યા છીએ. અમારા ધારાશાસ્ત્રીઓ પણ ધારાસભાની કાર્યવાહીનો અભ્યાસ કરી રહ્યા છે. કોંગ્રેસ ધારાસભ્યોએ ગઈકાલે પ્રશ્ર્નોતરી દરમિયાન કોઈ પ્રશ્ર્ન પૂછવાનું ટાળી પ્રતીકાત્મક વિરોધ કર્યો હતો. વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યુંહતું કે ગુજરાત ધારાસભાના નિયમો મુજબ ધારાસભ્યને એક સત્રથી બહુ સમય માટે સસ્પેન્ડ કરી ન શકાય. સેકશન પરની પેટા સંકલન (2) બહુ સ્પષ્ટ છે. આ વાત મેં અધ્યક્ષના ધ્યાન પર મુકી છે. અમે ચોકકસપણે સસ્પેન્શનને અદાલતમાં પડકારવા વિચાર કરી રહ્યા છે. નાયબ મુખ્ય પ્રધાન નિતીન પટેલે પ્રતાપ દૂધાત (સાવરકુંડલા) અને અમેર અમરીશ ડેરને 3 વર્ષ માટે અને બલદેવ ઠાકોર (કાલોલ)ને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવા પ્રસ્તાવ રજુ કર્યો હતો અને પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ એને ટેકો આવ્યો હતો. આ બાબતે પૂછવામાં આવતા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે સ્પીકર પાસે બધી સતા છે. આ બાબતે કોર્ટની કોઈ હકુમત નથી. ભૂતકાળમાં પણ આવા પગલાં લેવાયા હતા અને રુલ 47(1) મુજબ ગૃહમાં વ્યવસ્થા જાળવવાની ફરજ અધ્યક્ષની છે અને અધ્યક્ષને એ હેતુ માટે જરૂરી સતા છે. પુર્વ અધ્યક્ષ રમણલાલ વોરાએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં 4 વર્ષ માટે ધારાસભ્યને સસ્પેન્ડ કરાયા હતા. બુધવારનો નિર્ણય અધ્યક્ષે નહીં, પણ ધારાસભ્યએ લીધો હતો. કર્ણાટક, આંધ્રપ્રદેશ અને ઉતરાખંડમાં પણ 3 વર્ષ માટે ધારાસભ્ય સસ્પેન્ડ કરાયાના દાખલા છે. જો કે મહારાષ્ટ્રમાં ચાર વર્ષ સસ્પેન્ડ કરાયેલા એમએનએસના ધારાસભ્ય અબુ અસિમ આઝમીએ માફી માંગી લેતા તેમનું સસ્પેન્શન જુલાઈ 2010માં રદ કરાયું હતું.