સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 8 માર્ચ 2018 (14:50 IST)

ડાયાબિટિશથી પિડાતા ધારાસભ્યોએ વિધાનસભાના સત્રનો સમય ફેરફાર કરવા અધ્યક્ષને કહ્યું

આપણા ધારાસભ્યોનું સ્વાસ્થ્ય લથડેલું રહે છે. જેને લઈને હવે ગુજરાત વિધાનસભાનો 12 વાગ્યાનો સમય 11 વાગ્યાનો કરવા માટેની વિચારણા શરૂ કરવામાં આવી છે.સમય બદલવાની આ હિલચાલ પાછળ ડાયાબિટીસ સહિતના રોગથી પીડાતા કેટલાક ધારાસભ્યો છે. આ મામલે ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષ અને બંને પક્ષના દંડકને મૌખિક રજૂઆત કરી હતી. ધારાસભ્યોની રજૂઆતને પગલે અધ્યક્ષ અને બંને પક્ષના દંડક પણ આ મુદ્દે ગંભીરતાથી વિચારણા કરી રહ્યા છે.

ડાયાબિટીસ અને બીજી સ્વાસ્થ્ય સંબંધિત તકલીફોથી પીડાતા ધારાસભ્યોની રજૂઆત હતી કે, વિધાનસભાનો સમય 12 વાગ્યાનો હોવાથી 2.30 વાગ્યે રિસેસ પડે છે. જેને કારણે કેટલાક રોગમાં ચોક્કસ સમયે દવા લેવામાં તકલીફ પડે છે, ખાસ કરીને ડાયાબિટીસમાં બપોરે 1 વાગ્યે દવા લેવાનો સામાન્ય સમય હોય છે. પરંતુ તે સમયે વિધાનસભાની કાર્યવાહી ચાલતી હોવાથી તકલીફ પડી રહી છે, ત્યારે જો વિધાનસભાનો સમય વહેલો કરવામાં આવે તો 1 વાગ્યે દવા લઈ શકાય છે.