સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 28 ફેબ્રુઆરી 2018 (15:23 IST)

અમદાવાદમાં 7 મહિનાની બાળકીનાં પેટમાં હતી 130 ગ્રામની ગર્ભગાંઠ, સફળ સર્જરી

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક સાત મહિનાની બાળકીનું ગર્ભની ગાંઠનું સફળ ઓપરેશન થયુ. આ ઓપરેશન અઢી કલાક ચાલ્યુ હતું અને બાળકીનાં પેટમાંથી 130 ગ્રામની ગર્ભની ગાંઠ કાઢવામાં આવી હતી. આ સમગ્ર ઓપરેશન દરમિયાન ડોક્ટર્સની ટીમ અને બાળકીનાં માતા-પિતાનો જીવ તાળવે ચોંટી ગયો હતો.  આવાં ગર્ભની ગાંઠ સાથે જન્મતા બાળકોનાં વિશ્વભરમાં માત્ર 200 કેસ છે. આ બીમારી પાંચ લાખ બાળોકમાંથી ક્યારેક એકને થાય છે. ગુજરાતનાં છોટાઉદેપુરનાં એક દંપત્તીને ત્યાં દીકરીનો જન્મ સાત મહિના પહેલા થયો હતો. આ બાળકીનું નામ પૃચ્છા છે. બાળકીનું શરીર નહોતું પણ તેનું પેટ ખુબ જ મોટુ હતું. જે બાદ ત્યાંના ડોક્ટર્સે તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બતાવા કહ્યું હતું. અને આ કેસ અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુધી પહોચ્યો હતો.

જ્યાં પીડિયાટ્રિક વિભાગનાં ડોક્ટર રાકેશ જોષી અને તેમની ટીમે આ ઓપરેશનને પાર પાડ્યુ હતું. આ ઓપરેશન વિશે સિવિલ હોસ્પિટલનાં પીડિયાટ્રિક સર્જન ડોક્ટર રાજેશ જોષીનું કહેવું છે કે, મેડિકલ ટર્મિનોલોજીમાં કહીયે તો ફીટસ ઈન ટુ ફીટુ એટલે બાળકના પેટમાં અવિકસિત ગર્ભ જેવું બાળક અથવા એ ગાંઠ કે જેનું સ્વરૂપ નાના બાળક જેવું હોય. ફિટ્સ ઈન ફીટુ કહેવા પાછળ ના ફિક્સ લક્ષણો હોવા જોઈએ જેમકે કરોડરજ્જુ મગજ હાથપગ જે આની અંદર મેચ થાય છે. આ કોઈ પહેલો કિસ્સો નથી કે એક નાના બાળકના પેટ માં ગર્ભ ની ગાંઠ કાઢવામાં આવી હોય. પરંતુ વર્ષ 2015માં પણ સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગ દ્વારા એક 14 મહિનાનાં બાળકનાં પેટમાંથી ગર્ભની ગાંઠ કાઢવામાં આવી હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હાલ બાળકી ઓપરેશન બાદ સંપૂર્ણ પણે સ્વસ્થ છે ત્યારે ડોક્ટર્સ પણ માની રહ્યા છે સમયસર માહતી મળતા બાળકીના પેટમાં ગર્ભ ની ગાંઠ વધુ મોટી થાય તે પહેલા ગાંઠ કાઢી નાખવામાં આવી છે ત્યારે આજે ડોક્ટર્સ ની ટીમ દ્વારા અઢી કલાકના સફળ ઓપરેશન બાદ ખરેખર માતા-પિતા એ પણ રાહત નો શ્વાસ લીધો છે.